હોટેલ-રેસ્ટોરાં-ડેરીમાં શુદ્ધ પનીરનું બોર્ડ ફરજિયાત
ખાદ્ય સુરક્ષા અંતર્ગત મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાશે
દુધની બનાવટો પૈકી પનીરનો વપરાશ વધવા લાગતા નકલી પનીર બનાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યાનું અગાઉ પકડાયેલા નકલી પનીરના જથ્થા ઉપરથી બહાર આવ્યું છે. આથી ખાઘ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ વિભાગ દ્વારા ખાઘ્ય સુરક્ષા અંતર્ગત નકલી પનીરનો વપરાશ અટકાવવા હવેથી રેસ્ટોરન્ટ હોટેલના મેનુ કાર્ડમાં મોટા અક્ષરે શુદ્ધ પનીર લખવાનો નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
મનપાના ફૂડ વિભાગ દ્વારા પનીરનું વેચાણ કરતા ફૂડ વિક્રેતાઓ તેમજ ડેરીઓ અને હોટેલ-રેસ્ટોરન્ટને સુચના આપી ચેકિંગ કાર્યવાહી હાથ ધરશે તેમ જાણવા મળેલ છે. મહાપાલિકાના ફૂડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ઘર વપરાશ તેમજ પંજાબી સબજીઓ અને અન્ય ખાઘ્ય પર્દાથમાં પનીરનો વપરાશ વધવા લાગ્યો છે. તેના કારણે નકલી પનીર બનાવવાનો કાળો કારોબાર શરૂ થયો છે. જે જન આરોગ્ય માટે જોખમી હોવાથી માનક પ્રાધિકરણ વિભાગ દ્વારા આ મુદે કડક કાર્યવાહી કરવાના નિદેશ આપ્યા છે.
જે અનુસંધાને રાજકોટ શહેરમાં આવેલ તમામ હોટેલ રેસ્ટોરન્ટ ડેરી તથા પનીરનું વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને આ અંગે સુચના આપી દરેક એકમો ઉપર પનીરના પ્રકારનું બોર્ડ લગાવેલ છે કે કેમ તે અંગે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવશે હોટલ, રેસ્ટોરન્ટોમાં પનીરની ડીશ ઓર્ડર કરતી વખતે ગ્રાહકો 2 ગુમરાહ ન થાય અને તેઓને નકલીને બદલે 100 ટકા શુદ્ધ 1 પનીર જ આરોગવા મળે તે માટે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા એક ક પ્રસ્તાવ - લાવવામાં આવી રહ્યો છે જે અમલી બનતાની સાથે હોટલ.
રેસ્ટોરન્ટોવાળાઓએ તેમના મેનુ કાર્ડમાં બોલ્ડ અને મોટા અક્ષરોમાં લખવું પડશે કે તેઓ શુદ્ધ પનીર વાપરે છે. ગ્રાહક મામલોના વિભાગે ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ અને ગ્રાહકોના સમુહો સાથે મળીને નકલી પનીરનો વપરાશ દેશભરમાંથી સદંતર બંધ કરાવવા માટે હાલ ચર્ચા વિચારણા કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. મૂળ ઉદ્દેશ ખાદ્ય લેબલિંગમાં પારદર્શિતા સુનિચ્છિત કરવા અને જનઆરોગ્યની રક્ષા કરવાનું છે. પામતેલ, દૂધ, સ્ટાર્ચ સહિતના પદાર્થો ભેળવીને નકલી પનીર બનાવી બજારમાં ફરતું કરાઇ રહ્યું છે. તેને રોકવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પ્રથમ તમામ એકમોને આ અંગે સુચના આપ્યા બાદ કામગીરી કરાશે.