રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિક્ષકને સજા: ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા 9 માસની જેલ

05:02 PM Aug 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શ્રી રાજકોટ શહેર ઉચ્ચસ્તર માઘ્યમિક શિક્ષણધિરાણ મંડળીમાંથી લીધેલી લોનનો હપ્તો ચુકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે શિક્ષકને 9 માસની સજા અને ચેકની રકમ મુજબનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ કાલાવડ રોડ પર આવેલ સરકારી વસાહતમાં રહેતા ડબલસિંહ પદમસિંહ સુનાર નામના શિક્ષકે શ્રી રાજકોટ શહેર ઉચ્ચસ્તર માઘ્યમિક ધિરાણ મંડળીમાંથી લોન લીધી હતી. જે લોન ચુકવવા આપેલા રૂૂા.1.90 લાખનો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ નોટીસ પાઠવવા છતા સમયમર્યાદામાં રકમ ન ચુકવતા ફરીયાદ કરી હતી. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં શિક્ષક ડબલસિંહ રૂૂા.90 હજાર મંડળીને ચુકતે કર્યા હતા. બાદ આગળની રકમ ન ભરતા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ ફરીયાદી મંડળીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખીત-મૌખીક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવા ઘ્યાને લઈ અદાલતે શિક્ષક ડબલસિંહ સુનારને 9 માસની સજા અને એક લાખનુ 30 દિવસમાં છ ટકા વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદી વતી એડવોકેટ મુકેશ કેસરીયા, સંજયસિંહ જાડેજા અને હાર્દિક એમ.પાઠક રોકાયા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement