સાંસદ તરીકે ત્રીજી ટર્મમાં મારી પસંદગી થતા જનતાનો ભરોસો અને વિશ્વાસ નહીં તૂટે: પૂનમબેન માડમ
- ધ્રોલ-જોડિયા ભાજપ સંગઠન દ્વારા પૂનમબેન માડમનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો, ધાર્મિક સ્થળની મુલાકાત લઈને પુનમબેન લીધા આશીર્વાદ
જામનગર જીલ્લાના લોકપ્રિય મહિલા સાસંદ શ્રી પુનમબેન માડમ સતત ત્રીજી વખત સાસંદના ઉમેદવાર તરીકે રીપીટ થતા દેવભુમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં તેમનો સત્કાર સમારંભ તેમજ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવી રહયા છે આજે કાલાવડ ખાતે કાલાવડ શહેર તથા તાલુકા ભાજપ પરીવાર ધ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યારબાદ ધ્રોલ પટેલ સમાજ ખાતે સાસંદ પુનમબેન માડમનો સ્વાગત સત્કાર સહીતનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. મળતી વિગત મુજબ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા સતત ત્રીજી વખત જામનગર-12 લોકસભા બેઠક ઉપરથી સીટીગ સાસંદ શ્રીમતી પુનમબેન માડમને ફરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે ત્યારે આજે કાલાવડ શહેર ખાતે પુનમબેન માડમ પ્રથમ વખત પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ ત્યારબાદ પુનમબેન માડમ ધાર્મિક સ્થળ શિતાળા માતાજીના મંદિર તેમજ રણુંજાધામની મુલાકાત લઈને બપોર બાદ ધ્રોલ ખાતે પટેલ સમાજમાં ભવ્ય સ્વાગતનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં ધ્રોલ શહેર તથા તાલુકા ભાજપના હોદેદારો, ચુંટાયેલા પદાધિકારીઓ ધ્વારા પુનમબેન માડમનું વિશાળ ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ અને આ અવસરે પુનમબેન માડમ ધ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા ફરીથી મારા પર વિશ્વાસ મુકીને જામનગર તેમજ દેવભુમિ ધ્વારકા જીલ્લાની જનતાની સેવા કરવાની વધુ એક તક આપી છે, ત્યારે છેલ્લી બે ટર્મથી જનતાનો વિશ્વાસ તેમજ ભરોસો કાયમ રહે તેવા સખત પ્રયાસો હાથ ધરવામાં આવશે અને જામનગર તેમજ દેવભુમિ ધ્વારકા જીલ્લો વિકાસની હરફાળ દોડ દોડી રહયો છે તેમા વેગ આપવા માટે વધુ મહેનત કરીને પ્રયાસો હાથ ધરવામાં આવશે અને હજુ ધણા પડતર પ્રશ્નો તેમજ અન્ય કામો અધુરા રહી જવા પામેલ છે તેને પુરી તાકાતથી પુર્ણ કરવા માટે કોઈપણ જાતની કશર છોડવામાં આવશે નહી તેવુ જણાવ્યુ હતુ અને સ્વાગત કાર્યક્રમ બાદ ધ્રોલ ખાતે આવેલ પ્રસિધ્ધ મનોકામના હનુમાનજી મંદિરની જગ્યા ખાતે પુનમબેન માડમ મુલાકાત લઈને બજરંગબલી હનુમાનજી મહારાજના આર્શિવાદ મેળવ્યા હતા. સાસદ પુનમબેન માડમનો આ કાર્યક્રમ ધ્રોલ-જોડીયા ભારતીય જનતા પાર્ટીના સયુકત ઉપક્રમે યોજવામાં આવેલ હતો જેમા 76 કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરા, જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી,જીલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, જીલ્લા પંચાયત ના સદસ્ય પ્રવિણાબેન ચભાડીયા, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈશુકલ, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડીયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન શિયાર, ધ્રોલ તાલુકા પંચાયત ઉ.પ.પ્રમુખ રાજેશ્વરીબા જાડેજા, ધ્રોલ શહેર મહામંત્રી હિરેનભાઈ કોટેચા, મહામંત્રી હિતેશભાઈ ચનિયારા, અરવિંદ (કાકા) હિન્સુ ખારવા, સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.