For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિટી બસના આતંક સામે જનાક્રોશ ફાટયો

05:56 PM Apr 16, 2025 IST | Bhumika
સિટી બસના આતંક સામે જનાક્રોશ ફાટયો

Advertisement

ઈન્દિરા સર્કલે અઢી કલાક સુધી ઉશ્કેરાયેલા ટોળાનો આક્રોશ ધગ ધગ્યો, પોલીસને પણ ઝપટે લઇ લીધી, ડ્રાઇવરને માંડ બચાવ્યો

"સિટી બસના ડ્રાઈવર-કંડકટર સપ્લાયનો કોન્ટ્રાકટ ભાજપના નેતાનો હોવાનો ઘટસ્ફોટ

Advertisement

આસપાસની દુકાન ધારકો તાત્કાલીક દોડી આવ્યા હતા. આ અકસ્માતમા 4 લોકોનાં મોત થયા હતા જેમા સ્વામીનારાયણ મંદિર સામે અક્ષર માર્ગ પર રહેતી બ્યુટી પાર્લરમા કામ કરતી સંગીતાબેન ધનરાજભાઇ ચૌધરી (ઉ.વ. 40), તેમજ 80 ફુટ રોડ પર સત્યમ પાર્કમા રહેતા મહાનગર પાલિકાનાં ઓડીટ શાખાનાં કલાર્ક રાજુભાઇ મનુભાઇ ગીડા (ઉ.વ. 3પ) તેમજ હાથીખાના રપ મા રહેતા યુનિવર્સીટીનાં કોન્ટ્રાકટ બેઇઝનાં કર્મચારી ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઇ ભટ્ટ (ઉ.વ. રપ) તેમજ પુત્રવધુ સાથે સ્કુટર પર નીકળેલા કોટેચા ચોક પાસે શાંતિ નિકેતનમા રહેતા કિરણબેન ચંદ્રેશભાઇ કકકડ (ઉ.વ. પ6) નુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. જયારે આ અકસ્માતમા મામા રાજુભાઇ મનુભાઇ ગીડા સાથે સ્કુટર પર બેઠેલી 8 વર્ષની તેમની ભાણેજ બોટાદ રહેતી વિરાજબા મહાવીરસિંહ ખાચર તથા સંગીતાબેનને બ્યુટી પાર્લરે મુકવા જતા તેના ભાઇ સુરજ ધર્મેશ રાવલ (ઉ.વ. 4ર) તેમજ સાસુ કિરણબેન સાથે સ્કુટર પર જતા તેના પુત્રવધુ અને રાજમોતી ઓઇલ મીલ પાસે રહેતો અને ક્રિસ્ટલ મોલ પાસે નોકરીએ જતો વિશાલ રાજેશ મકવાણા તથા સાનીયાબેન અજયભાઇ રાજબર (ઉ.વ. 17) ને ઇજા પહોંચી હતી.

બેફામ સ્પીડે સિટી બસ ચલાવી અકસ્માતની હારમાળા સર્જનાર ડ્રાઇવર રતનપરનાં શીશુપાલસિંહ રાણાને ટોળાએ બસમાથી ઉતારી બેફામ માર માર્યો હતો. તેમજ સિટી બસનાં કાચ પણ ટોળાએ ફોડી નાખ્યા હતા. આ ઘટનાથી ટોળુ વિફર્યુ હતુ અને ઇન્દીરા સર્કલેથી પસાર થતી બીઆરટીએસ અને અન્ય સિટી બસને પણ રોકી દીધી હતી. બનાવની જાણ થતા ડીસીપી જગદીશ બાંગરવા સાથે ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ મેઘાણી, માલવીયાનગર પોલીસ મથકનાં પીઆઇ દેસાઇ, ઉપરાંત ક્રાઇમ બ્રાંચનાં એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ. આર. ગોંડલીયા, એસઓજીનાં પીઆઇ સંજયસિંહ જાડેજા સહીતનો શહેરભરનાં પોલીસ અધીકારીઓ સહીતનો કાફલો ઇન્દીરા સર્કલ ખાતે તૈનાત કરી દેવામા આવ્યો હતો. આ અકસ્માત બાદ વિફરેલા ટોળાએ તોડફોડ કરીને ત્યા પડેલા મૃતદેહો કે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ જવા માટે વ્યવસ્થામા અડચણો ઉભી કરી હતી જેને પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

અકસ્માત સર્જનાર સિટી બસનાં ચાલક શિશુપાલસિંહ રાણાને પણ ટોળાએ માર મારી અધમુવો કરી નાખ્યો હતો. પોલીસે મહા મહેનતે ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડયા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. સવારે 9 વાગ્યે સર્જાયેલા અકસ્માત બાદ 4 કલાક સુધી ઇન્દીરા સર્કલે ભારે અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો અને વાતાવરણ પણ તંગ બની ગયુ હતુ.

બીજી તરફ કોર્પોૈરેશનના જવાબદાર અધિકારીએ આ ઘટનામાં બસની બ્રેક ફેઈલ થઈ ગયાનું રૂટીન બહાનું આગળ ધરી દીધું હતું અને આગળ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે જાણકારોએ આ સીટી બસમાં ડ્રાઈવર અને કંડકટર સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ભાજપના વોર્ડ નં.4ના મહામંત્રી વિક્રમ ડાંગરનો હોવાનું જણાવ્યું છે.
પોલીસે તકેદારીનાં ભાગરૂપે સિવીલ હોસ્પીટલમા દાખલ ડ્રાઇવર શીશુપાલસિંહ ઉ5ર પોલીસ પહેરો ગોઠવી દીધો હતો તેમજ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે મૃતકોનાં સ્વજનો સહીતનાં ટોળા ઉમટી પડતા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. આ બનાવ અંગે અકસ્માત સર્જનાર સિટી બસનાં ચાલક વિરુધ્ધ ગુનો નોંધવા અને મજબુત પુરાવા એકઠા કરવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આ અકસ્માત નજરે જોનાર સાહેદોનાં નિવેદન લઇ તેમને સાક્ષી બનાવવાની કાયર્ર્વાહી કરી હતી. આ અકસ્માતનાં ગંભીર બનાવને પગલે કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે મહાનગર પાલીકાનાં અધીકારીઓ સાથે વાતચીત કરી 3 કલાક સુધી આ રૂટની સિટી બસ અને બીઆરટીએસ રૂટ પરની બસોની અવર જવર બંધ કરી દીધી હતી. રાજકોટમા બનેલા આ ગંભીર બનાવમા લોકોએ ડ્રાઇવર શીશુપાલસિંહ દારૂ પીધેલો હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે પોલીસે તેનુ મેડીકલ ચેકઅપ કરી બ્લડનાં સેમ્પલ લીધા છે. ઉપરાંત આ બનાવ પાછળ સત્ય કારણ શું છે ખરેખર ચાલકે પુરપાટ ઝડપે બસ દોડાવી કે પછી એકસીલેટર ચોટી જતા આ અકસ્માત સર્જાયો તે બાબતની પોલીસ તપાસ કરી રહી છે.

અકસ્માતના પગલે સિવિલ હોસ્પીટલમાં ઇમરજન્સી વિભાગમાં તબીબો ખડે પગે
શહેરના હાર્દ સમા ઇન્દીરા સર્કલ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાના પગલે શહેરભરમાં કલ્પાંત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલીક અને યોગ્ય સારવાર મળી રહે અને જીવ બચાવી શકાય તે માટે સિવિલ હોસ્પીટલના ઇમરજન્સી વિભાગમાં તબીબોનગે સજાગ કરવામાં આવ્યા હતા અને ઇમરજન્સી વિભાગમાં તબીબો સહીતના સ્ટાફે ખડેપગે નિષ્ઠાપુર્વક ફરજ બજાવી હતી.

સ્કૂલમાં પુત્રને તેડવા જતા મનપાના કર્મીનું ભાણેજની નજર સામે જ મોત
80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્કમાં રહેતા અને આરએમસીની ઓડિટ શાખામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા રાજુભાઇ મનુભાઇ ગીડા બોટાદથી વેકેશન ગાળવા આવેલી 8 વર્ષની ભાણેજ વિરાજબા મહાવીરસિંહ ખાચરને બાઇકમાં બેસાડી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલી રોજરી સ્કુલમાં અભ્યાસ કરતા પુત્ર માનવીરને તેડવા જતા હતા ત્યારે રસ્તામાં જ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજુભાઇ ગીડાનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ભાણેજ વિરાજબા ખાચરને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાઇ હતી. રાજુભાઇ ગીડાના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો.

પિતાના મોત બાદ યુનિ.કર્મીને કાળનો ભેટો: 20 દિવસમાં એક જ પરિવારમાં બે અર્થી ઉઠી
હાથીખાનામાં રહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરી કરતા ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઇ ભટ્ટ નામના યુવકનું પણ સીટી બસના ચાલકે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજયું હતું. ચિન્મય ઉર્ફે લાલા ભટ્ટના નાગરિક બેંકના નિવૃત કર્મચારી પીતા હર્ષદભાઇ ભટ્ટનું 20 દિવસ પુર્વે જ હૃદયરોગના હુમલાથી મોત નિપજયું હતું. પિતાના મોત બાદ માતાના આધાર સ્થંભ અને એકની એક બહેનના એકના એક ભાઇના મોતથી માતા-પુત્રી નિરાધાર બન્યા હતા. એક જ પરિવારમાં 20 દિવસમાં પિતા બાદ પુત્રની અથી ઉઠતા પરિવાર પર આભ ફાટયા જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.

ભાઇના સ્કુટરમાં બેસી બ્યુટી પાર્લરમાં જતી નેપાળી યુવતીને કાળ ખેંચી ગયો
મુળ નેપાળની વતની અને હાલ અક્ષર માર્ગ ઉપર રહેતી સંગીતાબેન ધનરાજભાઇ ચૌધરી નામની 22 વષર્ર્ની યુવતી પોતાના ભાઇ સુરજ ધર્મેશભાઇ રાવલના સ્કુટર પાછળ બેસી ઇન્દીરા સર્કલ પાસે આવેલા આકૃતિ પાર્લરમાં નોકરી ઉપર જતી હતી ત્યારે સીટી બસના ચાલકે ઉલાળતા સંગીતાબેન ચૌધરીનું કરૂણ મોત નિપજયું હતું. જયારે ભાઇને ઇજા પહોંચી હતી. સંગીતાબેન નિ:સંતાન હતા અને તેમના પતિનું અગાઉ અવસાન થયું હતું.

પાન ગ્રેનાઇટ કંપનીના મહિલા ડિરેકટરને પુત્ર વધુની નજર સામે બસ ચાલકે કચડી નાખ્યા
શહેરમાં કોટેચા ચોક નજીક શાંતી નિકેતન સોસાયટીમાં રહેતા અને પાન ગ્રેનાઇટ કંપનીના ડિરેકટર કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ પુત્રવધુ નેહાબેન કક્કડ સાથે સ્કુટર લઇને નિકળ્યા હતા. ત્યારે ઇન્દીરા સર્કલ પાસે કાળ બનીને ત્રાટકેલી સીટી બસે સ્કુટરને ઠોકરે ચડાવતા પુત્રવધુ નેહાબેન ડાબી બાજુ અને કિરણબેન જમણી સાઇડમાં ફંગોળાયા હતા. રોડ વચ્ચે ફંગોળાયેલા કિરણબેન કક્કડ ઉપર સીટી બસ ફરી વળતા મોત નિપજયું હતું. પુત્રવધુની નજર સામે સાસુનું મોત નિપજતા પરિવારમાં કાલીમાં સર્જાઇ હતી.

ડ્રાઇવરને ટોળાએ ઢીબી નાખ્યો, કિલનર ભાગી છૂટતા બચી ગયો
શહેરમાં સવારની શરૂઆતમાં જ ઇન્દીરા સર્કલ પાસ બેદરકાર સીટી બસના ચાલકે અને વાહનોને હડફેટે લીધા હતા જે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોની જીંદગીનો સુરજ આથમી ગયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને અકસ્માતમાં ઘવાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉશ્કેરાયેલા ટોળાથી બચવા કલીનર નાસી છુટયો હતો. જયારે ડ્રાઇવર ભાગવા જતા ટોળાએ ઝડપી લઇ મેથીપાક ચખડયો હતો. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે ઉશ્કેરાયેલા ટોળાના હાથમાંથી ડ્રાઇવરનેે મુકત કરાવ્યો હતો. લોકોના મારથી ઘવાયેલા ડ્રાઇવરને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડ્રાઇવર પણ બેશુધ્ધ હોવાથી અકસ્માત પાછળનું કારણ જાણી શકાયું ન હતું. અકસ્માતના પગલે સીટી બસના ચાલક પર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement