ઘેલા સોમનાથ મંદિર ખાતે લોકમેળાનું આયોજન, 16 જુલાઈએ વિવિધ સ્થળોની હરાજી
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા સ્થિત શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવશે. શ્રાવણ માસ દરમિયાન અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકમેળા અન્વયે શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્તકના ગોડલાધાર રોડ પરનું, મોઢુકા રોડ પરનું, નવાગામ રોડ પરના પાર્કિંગ, મંદિર પરિસર આસપાસના તમામ 127 સ્ટોલ અને શ્રી ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ 15 દુકાનો તા.25/07/2025થી તા.23/08/2025 સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ જગ્યાની હરરાજી તા.16/07/2025ના રોજ ઘેલા સોમનાથ મંદીર ખાતે બપોરના 3-00 કલાકે રાખવામાં આવી છે. તમામ જગ્યાની હરરાજીની અપસેટ કિંમત કુલ રૂૂ.54 લાખ રાખવામાં આવેલ છે.
આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ હરરાજીમા જોડાવવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગતો માટે હિરેનભાઈ મકાણી, વહીવટદાર ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ મો. 97246 06101નો સંપર્ક કરવાનો રહેશે. આ હરરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને તમામ જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતીમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાની રહેશે. જયાં વિજ કનેકશનની જરૂૂરીયાત હશે તે જગ્યાએ લાઈટ કનેકશન જે તે પાર્ટીએ લેવાનું રહેશે. વિજ કનેકશન મેળવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. તમામ સ્થળની હરરાજી અલગ-અલગ કરવામાં આવશે.
હરરાજીમાં ભાગ લેનાર પાર્ટીએ સિક્યોરીટી તરીકે ખેતીલાયક જમીનના 7/12, 8-અ રજૂ કરવાના રહેશે. ભાગ લેવા ઈચ્છુક વ્યકિત/પાર્ટીએ ડિપોઝીટ પેટે રૂૂ.1,51,000/- હરરાજી શરૂૂ થયા પહેલા જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ જ હરરાજીમાં ભાગ લઈ શકશે.હરરાજીમાં ભાગ લેનાર સૌથી ઉંચી બોલી બોલનાર પાર્ટીએ આખરી બોલીની 50 % 2કમ હરરાજી પૂર્ણ થયા બાદ તુરંત ભરપાઈ કરવાની રહેશે અને બાકીની 50% રકમ શ્રાવણ માસના 15 દિવસ પૂર્ણ થયે ભરપાઈ કરવાની રહેશે. આ અંગે આખરી નિર્ણય સભ્ય સચિવ શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદાર જસદણનો રહેશે તેમ સભ્ય સચિવ શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.