ધ્રોલ પોલીસ મથકમાં 321 વાહનોની જાહેર હરાજી સંપન્ન
જામનગર પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈનિ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ સને અન્વયે કમીટી ની રચના કરવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા (ગ્રામ્ય વિભાગ) તથા પાંચ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની કમીટી બનાવવામાં આવી હતી.જેમાં જામ-ગ્રામ્ય ડીવીઝનના ધ્રોલ પોલીસ સ્ટેશનના (વાહનો-95) , પંચકોશી એ પોલીસ સ્ટેશનના (વાહનો-48) , જોડીયા પોલીસ સ્ટેશન (વાહનો-50) , કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન (વાહનો-17) અને.કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન (વાહનો-110) મળી ને કુલ 321 વાહન ની સંયુકત મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ હેઠળ વર્ષ દરમ્યાન મુદામાલ વાહનોનું વર્ગીકરણ કરતા ઘણા લાંબા સમયથી ઉપરોકત પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમ્યાન એમ.વી.એક્ટ-207 (ડીટેઈન) મુજબ કબ્જે લિધેલ તથા જી.પી.એકટ કલમ-82(2) મુજબ તથા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ-106 મુજબ કબ્જે લિધેલ તથા સી.આર.પી.સી-102 મુજબ તથા અલગ-અલગ ગુનાના કામે કબ્જે લિધેલ તથા આ તમામ વાહનોનોનુ યોગ્ય નિકાલ સારૂૂ એકઝી.મેજી. તથા જે.એમ.એફ.સી કોર્ટ ને રિપોર્ટ કરી તેઓના હરાજી કરવા અંગેના આવેલ યોગ્ય હુકમ આધારે ઉપરોકત પાંચ પોલીસ સ્ટેશનના કબ્જે કરાયેલ કુલ-321 વાહનની એમ.ટી.વિભાગ જામનગરના પોલીસ સબ ઈન્સપેકટર દ્વારા અપસેટ નક્કી કરવામાં આવેલ. જે તમામ વાહનોની ધ્રોલ પોલીસ સ્ટેશનના કંમપાઉન્ડ માં જાહેર હરરાજી રાખવામાં આવી હતી.
જેમા ભંગારના બાવન જેટલા વેપારીઓ હાજર રહયા હતાં. જેમા નાયબ પોલીસ અધિક્ષક જામ-ગ્રામ્ય વિભાગ જામનગર આર.બી.દેવધા ના માર્ગદર્શન મુજબ તથા તેમના અધ્યક્ષ સ્થાને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બેસી હરાજીમાં સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટેશનોના કુલ-321 વાહનોને રૂૂબરૂૂ પોલીસ સ્ટેશન ખાતે બતાવી વાહનોની હરાજી કરવાનો નવતર પ્રયોગ સુચારૂૂ રિતે સફળ રહયો હતો.
જેમાં એક સ્થળે બેસીને હરાજી કરતા પોલીસ સ્ટાફ તથા હરાજીમાં ભાગ લેવા આવેલ વેપારીઓના સમય તથા ટ્રાન્સપોટેશન ખર્ચમાં નોંધપાત્ર બચત થયેલ છે અને આ સંયુકત હરાજી કાર્યક્રમ યોજાતા જેમા ઉપરોકત પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર ઓ જેમા ધ્રોલ પો.સ્ટે એચ.વી.રાઠોડ , પંચ.એ શ એમ.એન.શેખ ,જોડીયા પો.સ્ટે આર.એસ. રાજપુત કાલાવડ ગ્રામ્ય પી.જી.પનારા તથા કાલાવડ ટાઉન ના એન.વી.આંબલીયા તથા વેપારીઓ તેમજ પોલીસ કર્મચારીઓએ નવતર પ્રયોગથી આંનદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
મુદામાલ વાહન નિકાલ ઝુંબેશ અતંર્ગત અનુસંધાને કમીટીના અધ્યક્ષ આર.બી.દેવધા તથા કમીટી સભ્યો તથા પંચો તથા અન્ય પોલીસ કર્મચારીઓ હાજરીમાં હરાજી કરવામાં આવેલ છે. જેમા કુલ- 321 વાહનોની જાહેર હરાજીમાં જી.એસ.ટી સાથે કુલ કિંમત રૂૂ. 12,56,000 ની કિમત ઉપજેલ છે.