For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 દુકાનની જાહેર હરાજી સંપન્ન

11:57 AM Sep 02, 2024 IST | Bhumika
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે 30 દુકાનની જાહેર હરાજી સંપન્ન
Advertisement

ગુજરાત રાજ્યનું અગ્રીમ અને સમગ્ર ભારત દેશના મોડેલ માર્કેટિંગ યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉપજ જણસીઓના ખરીદ વેચાણના વેપાર ધંધા માટે ઓફિસ - કમ શોપ બિલ્ડિંગમાં પાઘડીથી 30 દુકાનોની ફાળવણીની જાહેર હરાજી યાર્ડમાં આવેલ કિસાન ભવન હોલ ખાતે કરવામાં આવી હતી.જેમાં 120 વેપારીઓ એ ભાગ લઈ બોલી લગાવી હતી.હરરાજી માં એક દુકાન નો ઉચો ભાવ રુ.85 લાખ તથા નીચો ભાવ રુ.70 લાખ બોલાયો હતો.

માર્કેટિંગ યાર્ડ માં યોજાયેલ 30 દુકાનોની હરાજીમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, મોરબી સહિત ના 120થી વધુ વેપારીઓ એ જાહેર હરાજીમાં ભાગ લીધો હતો. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતુંકે સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે સૌ પ્રથમ પહેલી પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર કરે છે. આ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે 30 દુકાનોની જાહેર હરાજી કરવામાં આવી હતી જેમાં પણ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ માંથી વેપારીઓ જાહેર હરાજીમાં આવ્યા હતા. જાહેર હરાજી દરમ્યાન એક દુકાનનો ઊંચો ભાવ રૂૂપિયા 85 લાખ તેમજ નીચો ભાવ રૂૂપિયા 70 લાખ રૂૂપિયા બોલાયો હતો. જાહેર હરાજીમાં 30 દુકાનોની હરાજી પૂર્ણ થઈ હતી. હરાજીમાં થયેલ તમામ રૂૂપિયાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડના વિકાસના કામોમાં વાપરવામાં આવશે તેવું યાર્ડના ચેરમેન દ્વારા અંતમાં જણાવ્યું હતુ.

Advertisement

દુકાનો ની જાહેર હરાજી દરમ્યાન માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધમેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન ગોપાલભાઈ શીંગાળા, મગનભાઈ ઘોણીયા, કચરાભાઈ વૈષ્ણવ, વલ્લભભાઈ ડોબરીયા, મનીષભાઈ ગોલ, કુરજીભાઈ ભાલાળા, જીતુભાઈ જીવાણી, હરેશભાઈ વાડોદરિયા, રમેશભાઈ લાલચેતા, રસિકભાઈ પડાળીયા યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી તેમજ યાર્ડના કર્મચારી ગણ જોડાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement