વડોદરાથી ટ્રેનીંગમાં આવેલા PSIનું જૂનાગઢમાં હાર્ટએટેકથી મોત
11:58 AM Sep 20, 2025 IST
|
Bhumika
Advertisement
વડોદરાથી ટ્રેનિંગમાં આવેલા પીએસઆઇનું જૂનાગઢમાં હાર્ટ એટેકથી મૃત્યુ થતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ ગઈ હતી. વડોદરાના જેપી નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વિનોદભાઈ વીરસીંગભાઇ ચૌધરી ઉં. વ. 53 છેલ્લા બે મહિનાથી જુનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે ટ્રેનિંગમાં આવ્યા હતા.
Advertisement
શુક્રવારની વહેલી સવારે પીટીસીની બેરેક નંબર 02 રૂૂમમાં ઓચિંતા જ હાર્ટ એટેક આવતા તેઓ પડી ગયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તાત્કાલિક તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબે પીએસઆઇ વી. વી. ચૌધરીને મૃત જાહેર કરતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘટના અંગે એડવિઝન પોલીસે પીટીસીના પીએસઆઇ જે. જી. ચૌધરીનું નિવેદન લઈ આગળની કાર્યવાહી કરી હતી.
Next Article
Advertisement