ભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોત
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પીએસઆઇની તબિયત લથડતા તેમનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ ના સ્ટાફે વિદેશી દારૂૂ ના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. વાહનમાં બે લોકો સવાર હતા જેમાંથી એકને ઝડપી લીધો છે જ્યારે એક નાસી ગયો છે હાલમાં ઈંગ્લીશ દારૂૂનો કેટલો જથ્થો ઝડપાયો તેની ગણતરી શરૂૂ છે.
દરોડાની આ પીએસઆઇ સચિન શર્મા ને આજે સવારે ભાવનગરમાં રેડ દરમ્યાન હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે. તેઓ ને ભાવનગર ની બીમ્સ હોસ્પિટલમાં તેઓને ખસેડાયા હતા જ્યાં તેમનું કરુણ મોત નિપજ્યું હતું. પીએસઆઇ સચિન શર્મા નિષ્ઠાવાન પોલીસ અધિકારી હતા .સ્વર્ગસ્થને એક પુત્ર અને પુત્રી છે. આ બનાવથી પોલીસ બેડામાં શોક ની લાગણી ફેલાઈ જવા પામી છે.