For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં SMCના દરોડા બાદ PSI અને બે જમાદાર સસ્પેન્ડ

12:10 PM Jan 28, 2025 IST | Bhumika
મોરબી જિલ્લામાં smcના દરોડા બાદ psi અને બે જમાદાર સસ્પેન્ડ

મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે છેલ્લા એક સપ્તાહમાં દરોડા પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હોય ટંકારા અને મોરબીમાં વિદેશી દારૂના દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાએ એસએમસીના દરોડા બાદ મોરબી સીટી એ ડીવીઝનના પીએસઆઇ અને એએસઆઇ તેમજ ટંકારાના બીટ જમાદારને સસ્પેન્ડ કર્યા હતા.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબી અને ટંકારામા સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડાને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબીના શનાળા નજીકથી જખઈ ટીમે 17514 બોટલ દારૂૂ સહિત 1.11 કરોડનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો જે મામલે મોરબી સિટી એ ડિવિઝન પીએસઆઈ એ.વી પાતળીયા અને બીટ જમાદાર એએસઆઇ પી.બી.ઝાલા ને સસ્પેન્ડ કરાયા છે જ્યારે ટંકારામાં એસએમસી ટીમ દ્વારા લજાઈ નજીક ગોડાઉનમાંથી 11.81 લાખનો 180 પેટી દારૂૂ ઝડપી લેવાયો હતો જેને લઇને બીટ જમાદાર શાહિદભાઈ સિદ્દીકી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગઈકાલે સનાળા ગામે એસએમસીની ટીમે રેડ પાડી હતી. એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપાયા મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની રેડ બાદ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પીએસઆઇ એ.વી. પાતળીયા અને ઈન્ચાર્જ એએસઆઇ પી.બી. ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા આવ્યા છે. માહિતી અનુસાર, બાતમીનાં આધારે એસએમસી દ્વારા ગઈકાલે સનાળા ગામે આવેલા દારૂૂનાં અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન, ગોડાઉનમાંથી દારૂૂનું કટિંગ થતું હતું.

આ કાર્યવાહીમાં એસએમસીની ટીમે 1000 જેટલી દારૂૂની પેટીઓ સાથે ટ્રેલર ઝડપ્યું હતું. સાથે જ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસએમસીની આ કાર્યવાહી બાદ જવાબદાર સ્થાનિક પીએસ આઇ એ.વી.પાતળીયા અને ઈન્ચાર્જ એએસઆઇ પી.બી.ઝાલા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી છે. નોંધનીય છે કે, મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ સ્થળે એસએમસીની ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગાઉ જુગારકાંડમાં પણ ટંકારાના પી.આઇ. અને જમાદાર સસ્પેન્ડ થયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement