ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11706 તથા પ્રવાસન, યાત્રાધામ માટે 1748 કરોડની જોગવાઈ
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હયાત એરપોર્ટ વિકસાવાશે
જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે ₹ર15 કરોડની જોગવાઇ. ઉડ્ડયન ક્ષેત્રે દાહોદ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા ખાતેનાં હયાત એરપોર્ટનાં વિસ્તરણ માટે ₹210 કરોડની જોગવાઇ.
સુરત ઇકોનોમિક રીજીયન ખાતે હોટેલ અને બીચ રિસોર્ટ, પારસી સર્કીટ, ક્રુઝ ટુરિઝમ, બીચ હોટેલ્સ, થીમ પાર્ક, ઇકો-ટુરિઝમ એક્ટીવિટી માટે ₹50 કરોડની અને નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે ટશફબશહશિું ૠફા ઋીક્ષમશક્ષલ યોજના હેઠળ ₹45 કરોડ તથા ભારત સરકારના ઉડે દેશ કા આમ નાગરીક(ઉડાન)ના વિઝન અંતર્ગત માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા માટે ₹30 કરોડની જોગવાઇ.
પ્રવાસન સ્થળોએ વિવિધ નવી સર્કિટ તથા વે સાઇડ પ્રાથમિક સુવિધાઓ વિકસાવવા ₹15 કરોડની જોગવાઇ. અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપ-સી પ્રોજેક્ટ માટે ₹785 કરોડની ભરૂૂચના જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્ક વિકસાવવા માટે ₹290 કરોડ તેમજ 42 કી.મી. લાંબી પાઈપલાઈન થકી રો વોટર સપ્લાય માટે ₹225 કરોડ એમ કુલ ₹515 કરોડની જોગવાઇ.
પી.એમ.મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે ઙઙઙના ધોરણે આસિસ્ટન્ટ્સ ફોર રો વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ₹300 કરોડની જોગવાઇ. ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન ખાતે ઇન્ટીગ્રેટેડ રેસીડેન્સીયલ ટાઉનશીપ તેમજ સામાજીક માળખાગત સુવિધાઓ જેવી કે; હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત ₹200 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.