For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળવા સામે 10 ગામોનો વિરોધ

11:37 AM Jul 26, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળવા સામે 10 ગામોનો વિરોધ
Advertisement

બજેટ દરમિયાન સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગર પાલિકા તરીકે જાહેર કરાયાની સાથે જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારને વધારવામાં આવ્યો છે. મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા સહિત 10 ગામડાઓને નવા સીમાંકન મુજબ મહાનગરપાલિકામાં ભેળવવાના નિર્ણયથી આ ગામડાઓના લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

આ ગામડાઓના લોકોએ મહાનગરપાલિકામાં ભળવાને લઈને વિરોધ કરી શહેરી વિકાસ વિભાગને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા મજબૂર કર્યા છે.આ વિષય પર ટૂંક સમયમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેર વિચારણા કરીને અંતિમ નિર્ણય લેવાશે.જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ મુળચંદ, રાજપર, ખેરાળી, બાકરથળી, માળોદ, ખમીસણા, વાઘેલા, કોઠારીયા, નાના કેરાળા અને શેખપરના લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

આ ગામડાઓ મહાનગરપાલિકાથી 2 કીમીથી 9 કીમીના અંતરે છે અને શહેરથી 9 કીમી દૂર સેવાઓ ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ બની રહી છે. આને કારણે આગામી બે-ત્રણ દિવસમાં આ તમામ ગામડાઓને મહાનગર પાલિકામાંથી બાકાત કરવાની શક્યતા છે.ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં નવસારી, મહેસાણા, ગાંધીધામ, સુરેન્દ્રનગર વઢવાણ, મોરબી, વાપી અને આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે. આ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેમાં અનેક વિસ્તારો અને ગામોને આવરી લેવામાં આવશે.

મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી, રોડ, રસ્તા, પાણી, હોસ્પિટલો અને શાળાઓનો વિકાસ થશે. ધંધા રોજગારના નવા માધ્યમો ઉભા કરાશે અને જમીન મકાનોના ભાવ વધશે. ગુજરાત રાજ્યમાં વહીવટના માળખાનું વિસ્તરણ જરૂૂરી છે.

7 કરોડની વસતી અને સમૃદ્ધ રાજ્ય હોવા છતાં, ગુજરાતમાં મહાનગર પાલિકાઓની સંખ્યા ઓછી છે. ગુજરાતની સ્થાપનાને છ દાયકાથી વધુ સમય થઈ ગયો છે, છતાં ગુજરાતમાં માત્ર 8 મહાનગરપાલિકાઓ અસ્તિત્વ ધરાવે છે. રાજ્ય સરકારે ગત બજેટમાં વધુ 7 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે, જેના ભાગરૂૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement