રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિરાસર એરપોર્ટ મુદ્દે કાગળના પ્લેન અને ચલણી નોટો ઉડાડી વિરોધ

04:43 PM Jul 11, 2024 IST | admin
Advertisement

સરકારે મુસાફરોને મૂર્ખ બનાવ્યાંના કોંગે્રસના આક્ષેપ: તાકીદે આંતરરાષ્ટ્રીય ફલાઇટ ચાલુ કરવા માગણી

Advertisement

અમદાવાદ હાઇ-વે પર નિર્માણધિન હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પરથી હાલ ઇન્ટરનેશનલ ફલાઇટના બદલે માત્ર ડોમેસ્ટીક ફલાઇટ જ ઉડાન ભરશે તેવુ એરપોર્ટ ઓથોરેટીએ જણાવતા સરકારે અને તંત્રએ સૌરાષ્ટ્રવાસીઓને મુખ્ય બનાવ્યાના આક્ષેપ સાથે કોંગે્રસ દ્વારા કાગળના પ્લેન બનાવી અને તેની માથે ચલણી નોટોનો વરસાદ કરી બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જો કરોડોના ખર્ચે ડોમેસ્ટિક જ એરપોર્ટ રાજકોટથી 36 કિમી દૂર બનાવવાનો પ્રોજેક્ટ હતો તો રાજકોટ શહેરમા રહેલ જૂના એરપોર્ટમા શું વાંધો હતો? એક તરફ દરરોજ હજારો પેસેન્જરોને હીરાસર એરપોર્ટ ખુબ દૂર હોવાથી હેરાનગત થવુ પડે છે જેથી મસ્ત મોટા ટેક્સીઓને ભાડાઓ ચૂકવવા પડે અને સમય પણ વેડફાય છે. હીરાસર એરપોર્ટમા તો નામ બડે દર્શન ખોટેજેવો હાલ સર્જાયો છે.લોકસભા ચૂંટણી પહેલા લોકોને ગેરમાર્ગે દોરી ઉતાવળે ઉદ્ઘાટનો કરી દીધા પરંતુ વડાપ્રધાન ડ્રીમ પ્રોજેક્ટમા જ પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓના મળતી ના હોય, ટર્મિનલ ડોમના હિસ્સાઓ ધરાશાયી થતા હોય, ખુબ ગંદકી હોય,પાર્કિંગના નામે લૂંટ ચલાવવી, રનવે પર પશુ-પક્ષી-પ્રાણીઓ ચડી આવવા જેવા કિસ્સાઓ એ ભાજપ સરકારે સૌરાષ્ટ્રવાસીઓની મશ્કરી કરી સમાન છે.

હીરાસર ઈન્ટરનેશન એરપોર્ટના ઉદઘાટન એક વર્ષ બાદ એક ફ્લાઇટ વિદેશ માટે હજુ ઉડાન ભર્યું નથી અને હજુ આવનારા સમયમા ઊડશે પણ નહીં કારણ કે ભાજપ સરકાર માત્ર ખોટીમોટી જાહેરાતો કરવામા માહિર છે તેવા પ્રહારો કર્યા હતા. હીરાસર એરપોર્ટ કરતા તો રાજકોટના જૂના એરપોર્ટ અનેક દરરજે સારુ હતુ પણ ભાજપ સરકારે બિલ્ડરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા ગરીબ ખેડૂતોની જમીન હડપવાનુ શરૂ કરી નવુ ખોટુ દિંડક જેવુ હીરાસર એરપોર્ટ ઉભુ કર્યૂ છે.

જૂના એરપોર્ટની અબજો રૂપિયા કિમંતની જમીન પર ભાજપ સરકારની અને તેના મળતિયા જમીન માફિયાઓની નિયત ખરાબ હોવાને કારણે ઉતાવળે એરપોર્ટ સ્થળાંતર કર્યાનો ગંભીર આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.
તેઓએ વધુમા જણાવ્યુ હતુ કે રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર છે ત્યારે વેપારઉદ્યોગ, કાર્ગો સુવિધાઓ,વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ, પ્રવાસન પ્રોત્સાહન, તબીબી ક્ષેત્ર જેવી બાબતોમા ઈન્ટરનેશનલ ફ્લાઇટોનું ઉડાન એ વિકાસ વેગવંતો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આ તમામ બાબતોએ સૌરાષ્ટ્રવાસીઓએ વિદેશ જવા માટે અમદાવાદ, મુંબઈ અને દિલ્લી સુધી લાંબુ થવુ પડે તે દુ:ખદ છે. આટલા કરોડોના ખર્ચ બાદ જો લોકોને 1% ફાયદો ના થતો હોય તો સરકારે ઘડો લેવો જોઈએ તેવા પ્રહારો કોંગ્રેસના આગેવાનોએ કર્યા હતા અને તાકીદે કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકાર આ અંગે ગંભીરતા દાખવીને વિદેશી ફ્લાઇટોનુ ઉડાન હીરાસર એરપોર્ટ પરરી શરૂૂ કરાવવા માંગ કરી હતી.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત,સુરેશ બથવાર,મયૂરસિંહ પરમાર, રણજીત મુંધવા,દિલીપ આસવાણિ,ગૌરવ પૂજારા,રાજુ અમરણિયા,અનિલ રાઠોડ,જગુભા જાડેજા,સેવાદળના પ્રમુખ જીત સોની, યશ ભીંડોરા, એરોન ક્રિસિયન, સુનિલ સોરઠિયા,પ્રદ્યુમન બારડ, રોનક રવૈયા સહિત અનેક કાર્યકારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Tags :
ahemdabadahemdabadnewsairportgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement