સોમનાથ ટ્રસ્ટ સામે સોમપુરા બ્રાહ્મણ સમાજનાં ભાઇઓ-બહેનો દ્વારા ધરણા
સોમનાથ ટ્રસ્ટ હસ્તકના સોમનાથ મંદિરે ગઈકાલે રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે સોમપુરા બ્રાહ્મણના ભૂદેવોનો હક ડુબાડી અન્યાય કરી અન્ય વ્યવસ્થા ગોઠવતા તેના વિરોધમાં પ્રભાસ પાટણ સોમપુરા બ્રહ્મ સમાજમાં જોરદાર રોષ વ્યાપેલ છે અને ગઈકાલ તા 10,9,25 થી બપોર બાદ થી સોમનાથ ટ્રસ્ટની ઓફિસમાં સોમપુરા બ્રાહ્મણ સમાજના મહિલા અને પુરુષો ધારણા અને અન્નજળના સંકલ્પ સાથે બેઠેલા છે.
કઈ રાત્રિના ચાર વાગ્યા સુધી રાહ જોઈ કોઈ જવાબ કે નિર્ણય ન આવતા આજે બીજે દિવસે પણ આંદોલન ચાલુ રાખવામાં આવેલ છે સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ આ અંગે મીડિયા ને જણાવ્યું કે ગઈકાલે રાષ્ટ્રપતિ ના સોમનાથ મંદિર આગમન સમયે અવગણના સોમનાથ ટ્રસ્ટે કે જિલ્લા વહીવટી તંત્ર કરતાં ગઈકાલ સાંજે સાડા પાંચ વાગ્યાથી અમો જ્ઞાતિના ભાઈઓ-બહેનો સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજરની ઓફિસે ગયેલ પરંતુ તેને માત્ર થોડી વાત સાંભળી ઓફિસ ખુલ્લી મૂકી દવાખાને જાઉં છું તેમ કહી નીકળી ગયેલ છે અમારો સમાજ મક્કમ છે અમારા સમાજનો અધિકાર જળવાશે તેવી લેખિત ખાત્રી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આ બાબતે કલેકટર,એસ પી, પ્રભાસ પાટણ પોલીસ અને સોમનાથ ટ્રસ્ટને લેખિતમાં રજુઆત પણ કરવામાં આવેલ છે અને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ના કાર્યક્રમ મા 11 ભુદેવો ને નિમંત્રિત કરેલ પરંતુ 9,10,25 ના રાત્રી ના સોમનાથ ટ્રસ્ટ તરફથી જાણ કરવામાં આવેલ કે ભુદેવો ને હાજર રહેવાનું નથી અને આ ભુદેવો ની જગ્યા એ સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પાઠશાળા ના 40 વિધાર્થી ઓ અને શિક્ષકો ને હાજર રાખવામાં આવેલ જે તિર્થ પુરોહિતો નુ ધોર અપમાન છે. અગાઉ પણ સોમનાથ તિર્થ પુરોહિતો સિવાય બહાર ના બ્રાહ્મણો બોલાવેલ અને આ બાબતે પણ સોમનાથ તિર્થ પુરોહિતો દ્વારા પોલીસ સ્ટેશન મા જોરદાર આંદોલન કરવામાં આવેલ અને ત્યાંરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોખિક ખાત્રી આપવામાં આવેલ હતી કે ફરી આવુ નહિ બને પરંતુ ફરીથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભુલ દોહરાવી છે.