ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી પાલિકા કચેરી ખાતે રોડ,રસ્તા, ગટર,ગંદકી સહિતના પ્રશ્ને વિરોધ

11:11 AM Jul 24, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

રામ ધૂન બોલાવતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી

Advertisement

મોરબી શહેરમાં રોડ રસ્તા ગંદકી સહિતના પ્રશ્ને અનેક આવેદન આપવા છતાં તંત્ર કોઈ કામગીરી કરતુ નથી ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રામધુન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસી કાર્યકરોએ રામધુન બોલાવી નગરપાલિકા ને સદ્બુદ્ધિ આપે તેવા નારા લગાવતા પોલીસે કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.

મોરબી શહેરમાં ગંદકી, ઉભરાતી ગટર, રોડ રસ્તા તેમજ રસ્તે રખડતા પશુઓના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આવેદન આપ્યા બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી ના હતી જેથી આજે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં પાલિકા કચેરી પહોંચ્યા હતા જ્યાં રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ હાય હાયનાં ઉગ્ર નારા લગાવ્યા હતા જેથી પોલીસે કાર્યકરોને ડીટેઈન કર્યા હતા

Tags :
gujaratgujarat newsheavyrainmobinewsroad
Advertisement
Advertisement