ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી જિલ્લાઓમાં તલાટીઓની વકીલાત સામે વિરોધ

12:06 PM Jun 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મોરબી જીલ્લાના સરકારી કર્મચારી તલાટી મંત્રીઓ ખાનગી ઓફીસ ચલાવે છે અને વકીલોના તમામ પ્રકારના કાર્ય કરતા હોય છે જે બંધ કરવા અને ખાનગી કાર્ય કરવા બદલ તાત્કાલિક પગલા લેવા રેવન્યુ બાર એસો દ્વારા માંગ કરવામાં આવી છે.

Advertisement

મોરબી રેવન્યુ બાર એસોના સભ્યોએ આજે જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં આપના કાર્યક્ષેત્રમાં આવતા બધા તલાટી મંત્રીઓ સરકારનો ખોટો ગેરકાયદેસર પગાર મેળવે છે અને ખાનગી ઓફીસ ચલાવી ખુબ આવક મેળવતા હોવાનું ધ્યાને આવ્યું છે સરકાર તરફથી નિમણુક કરેલ તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ અને ખાનગી કામ કરી ખુબ આર્થી રીતે સુખી સંપન્ન થઇ ગયા છે જો સરકાર તરફથી આપવામાં આવેલ પગાર અને ખર્ચની તપાસ કરવામાં આવે તો સીધી રીતે સ્પષ્ટ ખ્યાલ આવી સકે તેમ છે તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ કરીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલ કાર્ય, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધો, જન્મ મરણ સહિતના કાર્ય ખાનગી સમજી લીધા હોય તેમ લાગે છે.

અરજીથી તલાટી કમ મંત્રીઓને ખ્યાલ આવે કે સરકારી કામકાજમાં ના આવે એ ખાનગી કાર્યમાં આવે જે કાર્ય ખાનગી ઓફિસે કરવા ગુનો છે જે કાર્ય વકીલની પ્રેક્ટીસ કરતા વ્યક્તિના હોય, સરકારી કામકાજ માટે તલાટી કમ મંત્રીઓ પાસે સમય નથી સરકારી કચેરી એ ખાનગી ઓફિસે બેઠા કાર્ય કરવું, અરજદારના સીધા કાર્ય કરવા, સરકારી કાર્યથી દુર રહી તે ગુનાહિત કૃત્ય ગણાય કચેરીના સમયે અરજદાર બહાર તડકે બેસી સાહેબની રાહ જોતો રહે છે અને સાહેબ દસ્તાવેજ નોંધાવતા હોય છે જે તલાટી કમ મંત્રીઓનું બિલકુલ ખરું કાર્ય નથી
વધુમાં જણાવ્યું છે કે વિમલ ચંદ્રાલા, મેહુલ ઉધરેજા, બળદેવ ક્ચરોલા, આરીફ મન્સૂરી, નીલેશ દેસાઈ, સંદીપ દેત્રોજા, કેતન વડાવીયા, ઉમેશ ચંદ્રાસારા સહિતના તેમજ ટંકારાના દિવ્યેશ રાજકોટિયા, યોગેશ દેત્રોજાની પર્સનલ રેવન્યુ કાર્ય માટેની અને દસ્તાવેજ કાર્યી ઓફીસ છે.

સરકારી કાર્ય કરવામાં જરા પણ રસ ના હોય ખાનગી કાર્યમાં ખુબ મોટો રસ ધરાવતા હોય જે મોરબી રેવન્યુ બાર એસોને ધ્યાને આવેલ છે જેથી ખાનગી કાર્ય બંધ કરવા આદેશ આપવા માંગ કરી છે અને ખાનગી કાર્ય 15 દિવસમાં બંધ નહિ કરે તો મોરબી રેવન્યુ બાર એસો આગળની કાર્યવાહીના આકરા પગલા લેવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement