રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રેસકોર્સ અંદર અને રિંગ રોડ પર ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ લગાવવા રજૂઆત

04:30 PM Mar 22, 2024 IST | Bhumika
Advertisement

ધૂળેટીના પર્વમાં જાહેર રસ્તાઓ ઉપર કલર ઉડાડવા ઉપર પ્રતિબંધ હોવા છતા અમુક તોફાની તત્વો બેફામ કલરનો ઉપયોગ કરી જાહેર સ્થળો બગાડતા હોવાથી અનેક દિવસો સુધી જાહેર સ્થળોએ ફરવા આવતા લોકોને હાલાકી પડે છે. જેથી રેસકોર્સ અંદર અને રીંગ રોડ પર ધૂળેટી રમવા પર પ્રતિબંધ લગાવી કડક બંદોબસ્ત ગોઠવવા જાગૃત નાગરિક રમેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રમેશ પટેલ દ્વારા મહાનગર પાલિકાના કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ધુળેટી ઉત્સવ લોકો મન ભરીને તેમજ તોફાન મસ્તી થી ઉજવે છે.આ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં કશું ખોટું નથી. પરંતુ અમુક લોકો આ તહેવાર ફક્ત તોફાન કરીને ઉજવે છે તે ખોટું છે.

Advertisement

તેઓની થોડી લાપરવાહી પછીથી અસંખ્ય લોકોની તકલીફ બની જાય છે.દર વર્ષે કેટલાક જાહેર સ્થળો પર ધુળેટીની રમવાની તંત્ર તરફ થી મનાઈ ફરમાવવામાં આવે છે.તેમ છતાં હુકમનું ઉલ્લંઘન કરી અમુક તત્વો બેફામ કલરનો ઉપયોગ કરી જાહેર સ્થળો બગાડી મૂકે છે. પછી લોકોને ખુબ હાડમારી વેઠવી પડે છે. રેસ્કોર્સે રિંગરોડ તેમજ અંદરની બાજુ કે જ્યાં અસંખ્ય લોકો વોક કરવા આવે છે તેવી જગ્યાઓ પર અસંખ્ય ટન કલર ઢોળતા હોય. કલરના રીતસર 1-1 ફૂટ ના થર પથરાઈ જાય છે.

જે પછીના કેટલાયે દિવસો સુધી આ કલર હવામાં ઊડતો રહે છે. રાહદારીઓને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે.તંત્ર 10 દિવસ સુધી આ સફાઈ કરવામાં હજારો લીટર પાણીનો ઉપયોગ કરી સફાઈ કરવાનો પ્રયત્ન કરે છે. આમ અસંખ્ય લીટર પાણીનો બગાડ તેમજ માનવ આરોગ્ય સાથે થતાં ચેડાં અટકાવવા જોઈએ આ માટે રેસકોર્સ રીંગ રોડ તેમજ અંદરની બાજુ કે જ્યાં ઇન્ડોર સ્ટેડિયમ, પ્રેમગલી તેમજ આજુબાજુના રસ્તા પર ધુળેટી રમવા પર કડક પ્રતિબંધ લગાવી આવા વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement