શોર્ટ ટર્મ કેપિટલમાં રિબેટને મંજૂરી ન આપવા બદલ સીપીસી રોકવા રજૂઆત
ગ્રેટર ચેમ્બર દ્વારા વિવિધ મુદ્દાઓ ઉચ્ચકક્ષાએ મુકાયા
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સી.પી.સી. એ ધારાના 111એ હેઠળ શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન હેઠળ કરદાતા દ્વારા કમાયેલી આવક પર 87એ હેઠળ રિબેટના દાવાના સમાન મુદ્દા પર 5/7/2024 પહેલા ફાઇલ કરાયેલ આઇટીઆર માટે માંગણીઓ વસુલવાનું શરૂૂ કરેલ છે. જે અન્વયે સી.બી.ડી.ટી.ના ચેરમેન સમક્ષ લેખીતમાં વિસ્તૃત મુદ્દાઓ સહીતની રજુઆત કરેલ છે.
તા. 5/07/2024 પછીથી ઇન્કમટેક્ષની કલમ-143(1) હેઠળ રીર્ટન પ્રોસેસીંગ કરતી વખતે જો કરદાતાને શોર્ટ ટર્મ કેપીટલ ગેઇનની આવક હોય, તો તેના ઉપર રીબેટ ભરવાપાત્ર નથી. તે પ્રકારની ઇન્કમટેક્ષ રીર્ટનની યુટીલીટીમાં જોગવાઇ કરવામાં આવેલ છે. એટલે કે, તા. 5/7/24 પછી આવા કરદાતાને કલમ-87(એ) હેઠળ રીબેટ મળતું નથી. આ યુટીલીટીમાં ફેરફાર તા. 5/7/24 પછી કરવામાં આવેલ છે.
પરંતુ જે કરદાતાઓએ તેમનું રીટર્ન તા. 5/7/24 પહેલા ફાઇલ કરેલ હોય, ત્યારે યુટીલીટીમાં કોઇ ફેરફાર કરવામાં આવેલ ન હતો તેથી કરદાતાને શોર્ટ ટર્મ કેપીટલ ગેઇનની આવક થઇ હોય તો તેની ઉપર કલમ-87(એ) હેઠળ રીબેટ ભરવાપાત્ર હતું પરંતુ આવા તા. 5/7/24 પહેલા ઇન્કમ ટેક્ષમાં ફાઇલ થયેલ આઇ.ટી.આર. નું સી.પી.સી. દ્વારા પ્રોસેસીંગ કરી 143(1) નો ઓર્ડર કરતી વખતે આ રીબેટ આપવામાં આવતું નથી અને આવા કિસ્સાઓમાં સી.પી.સી.એ ડીમાન્ડ ઉભી કરેલ છે. તે ટેક્ષની રકમ વ્યાજ સહીત ભરવાની થાય છે. આ વિસંગતતાનું કારણ એ થાય છે કે, ઇન્કમટેક્ષની યુટીલીટીમાં જ ફેરફાર તા. 5/7/24 પછી કરવામાં આવ્યો છે અને તેથી તા. 5/7/24 પહેલા ફાઇલ થયેલા રીટર્નની ઉપર આવી ડિમાન્ડ ઉભી કરી શકાય નહી.
આ સી.પી.સી.ની ઉપરોકત કાર્યવાહી સ્પષ્ટપણે ખોટી, ગેરકાયદેસર અને કાયદાની સતા વીનાની છે તથા વેપારીઓ અને કરદાતાઓને નુકશાનકર્તા હોય તે બાબતે નિકાલ લાવવા ગ્રેટર ચેમ્બરના ચેરમેન ધનસુખભાઇ વોરા તથા વાઇસ ચેરમેન કાંતીભાઇ જાવીયા દ્વારા જણાવવામાં આવેલ છે.