For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જંત્રી દર વધારા વચ્ચે નવી ઉપાધિ,પેડ FSI 18% GST લાદવા દરખાસ્ત

01:46 PM Dec 21, 2024 IST | Bhumika
જંત્રી દર વધારા વચ્ચે નવી ઉપાધિ પેડ fsi 18  gst લાદવા દરખાસ્ત

ક્રેડાઇ ઇન્ડિયા દ્વારા ઉગ્ર વિરોધ, મિલકતોના ભાવ 10 ટકા સુધી વધી જવાનો અને બાંધકામ વ્યવસાય ઠપ થઇ જવાનો ભય

Advertisement

ગુજરાતમાં બે હજાર ટકા સુધી જંત્રીદર વધારવાના મુસદાનો વિવાદ હજૂ ચાલી રહ્યો છે. ત્યા બિલ્ડરો અને સસ્તા ઘર ખરીદનારા લોકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. નાણા મંત્રાલય દ્વારા પેઇડ એફએસઆઇ ઉપર 18ટકા જીએસટી લાદવા દરખાસ્ત કરવામા આવી છે. જો કે, બિલ્ડર એસો.એ એફએસઆઇ ઉપર જીએસટી લાદવાની દરખાસ્તનો વિરોધ નોંધાવ્યો છે. અને મિલ્કતો વધુ મોંઘી થવાનો અને બાંધકામ વ્યવસાય થંભી જવાનો ભય વ્યકત કર્યો છે.
બાંધકામ ક્ષેત્રે અમલમાં આવતા પ્રોજેક્ટો માટે સ્થાનિક સત્તામંડળોમાં ચાર્જેબલ FSI ની જોગવાઇ કરાઇ છે અને ડેવલોપર્સ તે માટે નાણાંની ચૂકવણી કરી પર્ચેઝFSI નો ઉપયોગ કરતા હોય છે. હવે આવી એફએસઆઇ પર કેન્દ્ર સરકારે 18% GSTવસૂલ કરવા દરખાસ્ત કરી છે. આ પ્રકારની જોગવાઈથી મિલકતોની કિંમતમાં નવી જંત્રીના અમલથી જે વધારો થવાનો છે તે ઉપરાંત 10% વધુ મોંઘી થશે.

દેશમાં આવાસ ખરીદનારાઓ પર આ અતિરિક્ત ભારણ પડવાથી લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કેન્દ્ર સરકારે અખત્યાર કરેલી આવાસ નીતિને મરણતોલ ફટકો પડશે. આથી ચાર્જેબલ FSI પર 18% GSTવસૂલવાની દરખાસ્ત પર ફેર વિચારણા કરવા ક્રેડાઈએ ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

Advertisement

ક્રેડાઇના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપક પટેલે જણાવ્યુ હતું કે, બાંધકામ વ્યવસાય 18% GSTલાગુ કરવાની દરખાસ્તથી આં પ્રકારની ચુકવણીઓના કારણે ડેવલોપર્સને અણધારેલી જવાબદારીઓ તથા અતિરિક્ત ભારણ ઊભી કરનાર પુરવાર થશે. તેથી ચાલુ અને પૂર્ણ થયેલા પ્રોજેક્ટોના ખર્ચમાં આયોજન કરતા વધુ નાણાંકીય જવાબદારી ઊભી થવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાશે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વિકાસની ગતિ થંભી જવાની શક્યતાઓ ઊભી થશે.

ક્રેડાઈએ કેન્દ્ર સરકારને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે કાચા માલના વધતા ખર્ચથી ઉદ્યોગો પહેલેથી વધુ પડતા બોજા હેઠળ છે અને આવા વધારાના ચાર્જ સસ્તા હાઉસિંગ પ્રોજેક્ટ્સને આર્થિક રીતે બિનઉપયોગી બનાવશે અને સંભવિત ભાવમાં 7થી 10% સુધી વધારો થશે. તેની મધ્યમ વર્ગની ખરીદ શક્તિ પર સીધી અસર પડશે. વિકાસકર્તાઓને GSTપર ઈંઝઈ મેળવા માંથી પણ બાકાત રાખવામાં આવ્યા છે તેથી આ પ્રકારના પ્રસ્તાવથી વધુ ખર્ચ અને ડબલ ટેક્સેશન થશે જે કોઈ રીતે યોગ્ય જણાતું નથી.

પાલિકા-મહાપાલિકાઓ દ્વારા અપાતી સેવાઓ ટેકસ મુકત છે
આ ઉપરાંત જાહેરનામાં નંબર 14/2017 અને 12/2017ના સંદર્ભમાં જણાવવાનું કે આ બાબતમાં કાનૂની સ્થિતિ પ્રમાણમાં સીધી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારો, સ્થાનિક સત્તાવાળાઓ અથવા સરકારી સત્તાવાળાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, બંધારણના અનુચ્છેદ 243ઠ હેઠળ નગરપાલિકાને સોંપવામાં આવેલા કાર્યને કાં તો GSTમાંથી મુક્તિ આપવામાં આવશે અથવા તેની વ્યવસ્થા કરવામાં આવશે તેથી તેના પર GST ચાર્જ થશે નહીં. કલમ 243ઠ બંધારણના 12મા અનુસૂચિ હેઠળ સૂચિબદ્ધ મ્યુનિસિપાલિટીની સત્તાઓ આપે છે જેમાં 1. નગર આયોજન સહિતની વિવિધ સંબંધિત એન્ટ્રીઓ સામેલ છે. 2. જમીનના ઉપયોગ અને ઇમારતોના બાંધકામનું નિયમન, 3. ઝૂંપડપટ્ટી સુધારણા અને અપગ્રેડેશન. GSTની જોગવાઈ અને વિવિધ શુલ્ક અને ફીની વસૂલાત બંધારણના 12મા અનુસૂચિમાં નિર્ધારિત કાર્યોની અંદર આવે છે, તેથી તેને GSTની વસૂલાતમાંથી બાકાત રાખવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement