ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશની નિમણૂકના પ્રસ્તાવને મળી મંજૂરી
સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં 8 નવા ન્યાયાધીશોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ યુ.ટી દેસાઈ અને આર.ટી. વાછાણી સહિત 8 ન્યાયાધીશોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ન્યાયાધીશોની બદલી અને બઢતીના દોર વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં વધુ 8 ન્યાયાધીશોની નિમણૂક માટે ન્યાયાધીશોના નામની યાદી તૈયાર કરી કોલેજીયન દ્વારા ભલામણ કરવામાં આવી હતી. જે ભલામણને પગલે ગઈકાલે સુપ્રીમ કોર્ટ કોલેજીયન દ્વારા મળેલી મિટીંગને ગુજરાત હાઇકોર્ટમાંથી મળેલી 8 ન્યાયાધીશોના નામની ભલામણના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાજકોટના પૂર્વ પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ, રામચંદ્ર ઠાકુરદાસ વાછાણી, લિયાકાઠહુસૈન શમસુદ્દીન પીરઝાદા, જયેશ લખનશીભાઈ ઓડેદરા, પ્રણવ મહેશભાઈ રાવલ, મૂળચંદ ત્યાગી, દિપક મનસુખલાલ વ્યાસ અને રોહનકુમાર કુંદનલાલ ચુડાવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.