ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વેરા નહીં ભરનાર 8 આસામીની મિલકતો સીલ

04:04 PM Mar 03, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર ની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 8-મિલક્તોને સીલ મારેલ તથા 8-મિલકતોને સીલની કાર્યવાહી કરતા, 1-મિલકતને નોટીસ તથા 1-નળ કનેક્શન કપાત તથા 1-નળ કનેક્શન કપાત સામે રૂૂા. 32.87 લાખની રિકવરી કરવામા આવી હતી .

Advertisement

વોર્ડ નં-1 મા આરતી વિધ્યાલયમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.70 લાખ. વોર્ડ નં-3 મા જામનગર રોડ પરા આવેલ ગાંધી સોસાયટીમાં 1-યુનિટમા રીકવરી રૂૂ.92,191 , રેલ નગરમાં 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.1.35 લાખ. વોર્ડ નં-5 મા પેદ્ક રોડ પર આવેલ મીરા કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6/7 મા રીકવરી રૂૂ. 51,200/- , ન્યુ શક્તિ સોસાયટીમાં 1-યુનિટના બાકી માગના આમે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.30,000/- નો ચેક આપેલ. પેદ્ક રોડ પર આવેલ રતનદીપ સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત કરેલ .

વોર્ડ નં-7 મા ટાગોર રોડ પર આવેલ શ્રી ક્રિષ્ના કોર્નાક-02 ફર્સ્ટ ફ્લોર ઓફીસ નં-5 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.76,000/-. સરદાર મેઇન નગર રોડ પર આવેલ 1-યુનિટમા રિવકરી રૂૂ.85,200/-, ગોંડલ રોડ પર આવેલ ‘જીમ્મી ટાવર’ સિકસ્થ ફ્લોર ઓફીસ નં-35, નં-21 , નં-34, નં-16 અને ગોંડલ રોડ પર આવેલ સમૃધ્ધિ ભવન ગ્રાઉન્ડ ફ્લોર ઓફીસ નં-32 ને સીલ કરેલ છે. વોર્ડ નં-14 મા ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ ‘અનીરુધ્ધ કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-1 અને ગુંદાવાડીમાં આવેલ શેરી નં-4 માં 1-યુનિટને સીલ કરેલ છે. વોર્ડ નં-15 મા , આજી ઉદ્યોગ નગરમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.67,610/-, વોર્ડ નં-18 મા ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટને સીલ કરેલ છે. 80 ફૂટ રોડ પર આવેલ સ્વાતી પાર્કમાં 2-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.13 લાખ કરવામા આવી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement