રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં આરિફ મીર સહિત 15 શખ્સોની મિલકત સીલ કરાઇ

01:14 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

મોરબીમાં કુખ્યાત હિસ્ટ્રીશીટર આરીફ મીર, ઇમરાન ચાનીયા સહિતના વિરુદ્ધ ગુજ્સીટોક હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે ગૃહ વિભાગના આદેશ અનુસાર મોરબી પોલીસ ટીમે કુખ્યાત ઈસમોની મિલકતો ટાંચમાં લેવાની કામગીરી શરુ કરી છે.

ગુજ્સીટોકના ગુનામાં સંડોવાયેલ આરીફ મીર, ઇમરાન ચાનિયા સહિતના 15 ઈસમોની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી શરુ કરવામા અવિચે રાજ્યના ગૃહ વિભાગના આદેશ મુજબ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે કાલિકા પ્લોટ વિસ્તારમાં ધામા નાખ્યા છે જ્યાં કુખ્યાત ઈસમોની મિલકત સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજસીટોકના ગુનામાં 15 જેટલા આરોપીની 25 થી વધુ મિલકતો ટાંચમાં લેવામાં આવશે જે કામગીરી શરુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી આગામી 2-3 દિવસ ચાલી સકે છે તેવા સંકેત પ્રાપ્ત થયા છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement