For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ

05:20 PM Jan 10, 2025 IST | Bhumika
સોની બજારમાં સાત સહિત વધુ 15 આસામીઓની મિલકત સીલ કરાઇ

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 15 મિલક્તોને સીલ મારેલ તથા 20-મિલકતોને સીલની કાર્યવાહી કરતા અને બે નળ કનેક્શન કપાત કરતાં રૂૂા.53.75 લાખની રિકવરી કરવામાં આવી હતી.

Advertisement

વોર્ડ નં-2માં જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ફર્સ્ટ ફ્લોર શોપ નં-109માંથી રૂૂ.54,444/-, રૈયા રોડ પરા આવેલ’સદગુરુ કોમ્પ્લેક્ષ’ગ્રાઉન્ડ ફલોર શોપ નં-27માંથી રૂૂ.98,000/-, વોર્ડ નં-3માં રૂૂ.54,600/-, દાણાપીઠમાં આવેલ ‘લાભ ચેમ્બર્સ’1-યુનિટ ને સીલ મારેલ.(સીલ), વોર્ડ નં-5માં કુવાડવા રોડ પર રૂૂ.42,620/-, શક્તિ સોસાયટીમાં 2-નળ કનેક્શન કપાત સામે રૂૂ.1.19 લાખ. વોર્ડ નં-6માં માર્કેટીગ યાર્ડ પાસે આવેલ 2-યુનિટને સીલ મારેલ, વોર્ડ નં-7માં ગરેડીયા કૂવારોડ પર આવેલ માધવ આર્કેડ ‘સેકોન્ડ ફ્લોર શોપ નં-7માંથી રૂૂ.75,200/-, ‘ગોપાલ મેશન’ સેકેંડ ફ્લોર યુનિટ નં-201 ને સીલ મારેલ, જે.પી.ટાવર્સ’ વિંગ-સી,ગ્રાઉંડ ફ્લોર શોપ નં-1 ની સીલની કાર્યવાહી કરતાં રૂૂ.1.07 લાખની રિકવરી કરી હતી. ‘બાલાજી ચેમ્બરર્સ’માં શોપ નં-303, શોપ નં-202, શોપ નં-204, શોપ નં-304 ને સીલ મારેલ. 3-યુનિટના બાકી માગના સામે રૂૂ.2.72 લાખ, હરી ઓમ કોમર્શિયલ કોમ્પ્લેક્ષ’થર્ડ ફ્લોર શોપ નં.2 અને 3માંથી રૂા.1.57 લાખ, શોપ નં.301માંથી રૂૂ.78,700/- રિકવરી, ‘માધવ કોમ્પ્લેક્ષ’1-યુનિટ, કડિયા નવી લાઇનમાં આવેલ ‘યોગી સ્મૃતી’થર્ડ ફ્લોર માં 4-યુનિટને સીલ મારેલ. ન્યુ જાગનાથ 1-યુનિની નોટીસ સામે રૂૂ.7.20 લાખ અને ધર્મેન્દ્ર રોડ પર રૂૂ.1.15ની રિકવરી કરી હતી.

વોર્ડ નં-8માં અમીન માર્ગ પર રૂૂ.1.88 લાખ, કાલાવાડ રોડ પર રૂૂ.4.12 લાખ. વોર્ડ નં-13માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ‘રાજપથ એવેન્યુ’ના બાકી માગના સામે રૂૂ.1.19 લાખ, ચામુંડા નગરમાં રૂૂ.60,000/-, ગોંડલ રોડ પર રૂૂ.47,000/-ની રીકવરી. વોર્ડ નં-14માં કેનાલ રોડ પર આવેલ ‘શ્રીનાથજી કોમ્પ્લેક્ષ ‘ ફર્સ્ટ ફ્લોર શોપ નં-5, લક્ષ્મી વાડીમાં 1-યુનિટને સીલ મારેલ, વોર્ડ નં-15માં કાન્તિ ઉદ્યોગ નગરમાં રૂૂ.63,000/-, વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર રૂૂ.71,100, રૂૂ.3.15 લાખ અને 2- યુનિટમાંથી રૂૂ. 1.36 લાખની રિકવરી કરાઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement