For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યના 57 જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પ્રમોશન

01:07 PM Dec 30, 2023 IST | Bhumika
રાજ્યના 57 જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓને પ્રમોશન

Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના 57 અધિકારીઓને વર્ગ-1માં પ્રમોશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ગ-1માં ફરજ બજાવતા 9 અધિકારીઓની નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી કરવામાં આવી છે. આ અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓ પર બઢતી થયેલા અધિકારીઓની નિમણુંક કરવામાં આવતા મોટાભાગની જગ્યા ભરાઈ ગઈ છે.

Advertisement

રાજ્યમાં DEOઅને DPEOની 67 જગ્યા પેકી અડધો અડધ જગ્યા ખાલી પડી છે. જેથી આ જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવી રહી હતી. આ તમામ જગ્યા પર વર્ગ-2ના અધિકારીઓને પ્રમોશન આપી જગ્યા ભરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા 57 જેટલા અધિકારીઓને પ્રમોશન આપી વર્ગ-1માં સમાવ્યા છે. આ અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવતા હવે આ જિલ્લાઓમાં પણ ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ ગઈ છે. આ પ્રમોશનમાં અમદાવાદના પણ 6 અધિકારીઓને બઢતી મળી છે.

અમદાવાદના જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં કલ્પેશ રાવલને ખેડા DEOતરીકે પ્રમોશન મળ્યું છે. જ્યારે જગદીશ પટેલને શિક્ષણ બોર્ડમાં નાયબ નિયામક (પરીક્ષા) તરીકે, હિતેન્દ્રસિંહ પઢેરીયાને ભાવનગર DEOતરીકે, દિક્ષીત પટેલને રાજકોટ DPEO તરીકે, જ્વલ્લરી ઝાને શિક્ષણ બોર્ડમાં સંયુકત સચિવ તરીકે તથા સુરેન્દ્ર દામાને દાહોદ DEOતરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણાના DPEO જી.સી. વ્યાસને અમદાવાદના DPEO બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની સરકારી શાળાના આચાર્ય કૃપા જ્હાને અમદાવાદ ગ્રામ્ય DEOતરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 9 જેટલા અધિકારીઓની નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે. હાલ વર્ગ-1માં ફરજ બજાવતા આ અધિકારીઓની બઢતી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા DPEO એચ.એચ. ચૌધરીને પાઠ્ય પુસ્તક મંડળમાં નાયબ નિયામક બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરતના DPEO ડી.આર.દરજીને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ખાતે, વલસાડના DPEO બી.ડી. બારીયાની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ખાતે, ભરૂૂચના DEOકે.એફ. વસાવાની કમિશનર શાળાઓની કચેરી ખાતે, અરવલ્લી DEOએ.એમ. ચૌધરીની સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ખાતે, દેવભૂમિ દ્વારકાના DEOએસ.જે. ડુમરાળીયાની ૠઈઊછઝ ખાતે, મહેસાણાના DEOએ.કે. મોઢ પટેલની ૠઈઊછઝ ખાતે તથા પોરબંદરના DPEO કે.ડી. કણસાગરાની ઉચ્ચ શિક્ષણ કમિશનર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ એમ.જી. વ્યાસની કમિશનર શાળાઓની કચેરી ખાતે બઢતી સાથે બદલી કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement