રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ શહેર-જિલ્લાના 18 સહિત ગુજરાતના 233 PSIને PIનું પ્રમોશન

04:34 PM Aug 02, 2024 IST | admin
Advertisement

છેલ્લા લાંબા સમયથી રાહ જોતા ફોજદારોને પીઆઇની બઢતી મળતા ખુશીનો માહોલ

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લાના 18 પીએસઆઇ સહિત રાજ્યના 233 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ ગઇકાલે સાંજે 233 પીએસઆઇને પીઆઇ તરીકે બઢતીના હુકમો કરતા પોલીસ વિભાગમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાત રાજ્ય પોલીસ દળમાં મહત્વપૂર્ણ બઢતીઓની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-3માંથી પોલીસ ઇન્સ્પેક્ટર (બિનહથિયારી) વર્ગ-2માં બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં રાજકોટ સહિત રાજ્યના 233 પીએસઆઇને નિમણૂક આપવામાં આવી છે જેમાં રાજકોટના પીએસઆઇ પરેશ હીરાલાલ નાઇ, મહિપાલસિંહ હરદેવસિંહ ઝાલા, પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ધામા, કુલદીપસિંહ અજીતસિંહ ગોહિલ, અમરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર, રાજદીપસિંહ ખુમાનસિંહ ગોહિલ, વલ્લભભાઈ પાલાભાઈ કનારા, ભુપેન્દ્રસિંહ વિશ્વરથસિંહ ઝાલા, સિધ્ધરાજસિંહ જયદેવસિંહ રાણા, સંદીપકુમાર મણિલાલ રાદડિયા, દિલીપકુમાર ગંગાભાઈ બડવા, જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રમેશભાઈ હીરાભાઈ જારીયા, અફરોજબાનુ અબ્દુલરઝાક ખોખર, ફરીદાબેન ભુરાભાઈ ગંગાનીયા, ધવલભાઈ ચંદુભાઈ સાકરીયા, હસમુખભાઈ ભાવશંકરભાઈ ધાંધલ્યા અને વિપુલકુમાર કેશવજીલાલ કોઠીયાને પીએસઆઇમાંથી પીઆઇની બઢતી આપવામાં આવી છે.

આ બઢતી હેઠળ, પસંદગી પામેલા અધિકારીઓને પગાર ધોરણ લેવલ 7માંથી લેવલ 8માં મૂકવામાં આવશે. જોકે, આ બઢતી કેટલીક મહત્વપૂર્ણ શરતોને આધીન રહેશે.

Tags :
gujaratgujarat newsPIPSIrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement