For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સામાજિક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ ઉપર પ્રતિબંધ, ‘ઠાકોર’ શબ્દ જ વાપરી શકાશે

11:25 AM Jul 27, 2024 IST | Bhumika
સામાજિક લાગણી દુભાય તેવા શબ્દ પ્રયોગ ઉપર પ્રતિબંધ  ‘ઠાકોર’ શબ્દ જ વાપરી શકાશે
Advertisement

રાજ્ય સરકારે દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ‘ઠાકરડા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ શબ્દ પ્રયોગથી રાજ્યમાં 6 જ્ઞાતિઓ પર સીધી અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે. સાથો સાથ મહેસુલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રના આમુખમાં જણાવ્યું છે કેસ ગુજરાત સરકાર દ્વારા ભૂતપૂર્વ મજૂર, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવથી કુલ-146 જાતિઓનો ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ યાદીમાં ક્રમાંક: 72 પર "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી” જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે. આ સમાજના લોકો "ઠાકરડા” શબ્દપ્રયોગથી અપમાન અને તિરસ્કારની લાગણી અનુભવતા હોવાની રજૂઆતો સરકારને મળી હતી.પરિપત્રના ઠરાવામાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં ક્રમાંક: 72 પર સમાવિષ્ટ "ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી” પૈકી "ઠાકરડા” શબ્દનો પ્રયોગ બંધ કરવાનું ઠરાવવામાં આવે છે. જેથી જ્યાં જાતિ તરીકે "ઠાકરડા” શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે જ "ઠાકોર” સમજવું તેવી સ્પષ્ટતા કરવામાં આવે છે.

Advertisement

આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે જાતિ તરીકે "ઠાકરડા” લખાવ્યું હોય ત્યાં તથા મહેસૂલી રેકર્ડમાં પણ જ્યાં "ઠાકરડા” તરીકે ઉલ્લેખ થયેલ હોય તો તેના સ્થાને "ઠાકોર” સમજવાનું રહેશે. અર્થાત "ઠાકરડા” જાતિના નાગરિકોના શાળા છોડ્યાના પ્રમાણપત્ર (School Leaving Certificate)માં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં ઠાકરડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પણ સંબંધિત ઈસમોને "ઠાકરડા”ના સ્થાને "ઠાકોર” તરીકેનું સંબોધન કરવા તથા આ સમુદાયના લોકોને મળવાપાત્ર જાતિના પ્રમાણપત્રમાં "ઠાકોર” શબ્દનો ઉલ્લેખ કરવાનું આથી ઠરાવવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement