રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આચારસંહિતાનો ભંગ થાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવા પર પ્રતિબંધ

05:17 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ત્યારે શનિવારે ચૂંટણી જાહેર થતાજ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીએ ચૂંટણીને અનુલક્ષીને જુદા-જુદા 10 જાહેરનામા બે માસ માટે પ્રસિદ્ધ કર્યા છે જેમાં મોબાઇલ સર્વીસ પ્રોવાઇડર કંપનીઓએ કાયદાનો ભંગ થયા તેવા તેમજ ચૂંટણીની આદાર્શ આચારસંહીતાનો ભંગ થયા તેવા એસએમએસ કે મેસેજ સોશ્યિલ મીડીયા પર વાઇરલ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથેજ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશી ચૂંટણીને અનુલક્ષીને લોકસભાની ચૂંટણી શાંતિ પૂર્ણ થાય તે માટે અલગ-અલગ 10 જેટલા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે બે માસ માટે આ જાહેરનામા અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સામે ગુના નોંધી ધરપકડ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામા જિલ્લામાં 700થી વધુ હથીયાર પરવાનાદારોએ પોતાના હથીયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જામા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રચાર દરમિયાન ખાનગી કે જાહેર મીલ્કતો પર કોઇપણ જાતના ચૂંટણી પ્રચારને લગતા લખાણ લખવાકે મીલ્કતોનો બગાડ કરવામાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સબંધંતિ મદદનીશ ચૂંટણી અધિકારી પાસે વાહન રજીસ્ટાર કરવ્યા વિના ચૂંટણીના કામે નહીં વપરવા તથા ખર્ચમાં ઉમેદવારના ખર્ચમા ઉધરવા અંગેનો જાહેરનામુ બહાર પડવામાં આવ્યુ છે. આ ઉપરાંત સક્ષમ ચૂંટણી અધિકારીની પરવાનગી વિના વધારે વ્યકિતઓ એકત્રીત કરવા નહીં કે સભાવ-સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યુ છે.

ઉમેદવારી પત્ર રજુ કરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અને અન્ય ચાર વ્યકિતઓએ પ્રવેશ કરવો જ્યારે કચેરીની 100મીટરની આસપાસ ત્રણથી વધારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોસ્ટર, પેમ્ફલેટ વગેરે ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મૂદ્રક તથા પ્રકાશકે છાપકામ કર્યાના ત્રણ દિવસમાં ડેકલેરેશન રજુ કરવા હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે ટેલીવિઝન ચેનલ અને લોકલ કેબલ નેટવર્ક પર ચૂંટણી વિષયક પ્રચાર, જાહેરાત/જીગલ્સ/ઇન્સર્શન્સ/ બાઇટસ વગેરેનું પ્રસારણ ડીસ્ટ્રીકટ લેવલ કમીટીનુ પ્રમાણપત્ર મેળવાનો રહેશે. સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, તથા રેડીયો વગેરે જેવા ઇલેકટ્રોનીક પ્રસાર માધ્યમોએ પ્રત્યેક દિવસ દરમિયાન કરેલ પ્રસારણની સીડી રજુ કરવી પડશે. ભારતના ચૂંટણી પંચની સુચનાઓ અનુસંધાને મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત રાજ્ય, ગાધીનગરના તા.5/3/2024ના પરીપત્રથી આદર્શ આચારસંહિતાની અમલવારી કરવા ઠરાવવામાં આવે છે જે મુજબ સરકાર, અર્ધસરકારી, પંચાયતના વિશ્ર્વાગૃહ, ડાક બંગલાઓ અને સરકારી રહેણાંકના ઉપયોગ પર પ્રતિબંંધ મૂકવામાં આવ્યો છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement