ST બસના ચાલક-ક્લિનર પર હુમલો કરનારનું સરઘસ
રાજકોટ: શહેરના મવડી પાળ રોડ પર મીરાબાઈ ટાઉનશીપમાં રહેતાં એસટી ડ્રાઇવર કિશોરસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.43) અને ઉદયનગરમાં રહેતાં એસટી કંડકટર સંદિપસિંહ ગુલાબસિંહ પરમાર (ઉ.વ.48) રવિવારની રાતે ગોડલથી એસટી બસ લઇ રાજકોટ આવતા હતાં ત્યારે ગોંડલ રોડ ઓવરબ્રીજ નીચે રિક્ષા રોડની વચ્ચે રાખીને ચાલક ઉભો હોઇ ડ્રાઇવર કિશોરસિંહે બસનું હોર્ન વગાડતાં રિક્ષાચાલકે કેમ હોર્ન વગાડે છે? તારા બાપનો રોડ છે? કહી બીજા શખ્સો સાથે મળી ધોકા-પાઇથી હુમલો કરી ડ્રાઇવર-કંડકટર બંનેને બેફામ માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના મુજબ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા અને ટીમે આ ગુનામાં બે આરોપી સંજય રમેશભાઈ વાઘેલા (ઉ.વ.29-રહે. કોઠારીયા સોલવન્ટ હા.બો. ક્વાર્ટર નં. 839) તથા પ્રશાંત ત્રિલોકપરી ગોસ્વામી (ઉ.વ.31-રહે. ગાયત્રીનગર શાક માર્કેટ પાસે, સહકાર રોડ)ને ઝડપી લઇ ઘટના સ્થળે લઇ જઇ રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું. બંનેએ હાથ જોડી હવે પછી આવુ નહિ કરીએ તેમ કહી માફી માંગી હતી. ડી. સ્ટાફની ટીમે સીસીટીવી કેમેરા અને વાયરલ વિડીયોને આધારે બંનેને શોધી કાઢયા હતાં.
પોલીસ સુત્રોના કહેવા મુજબ ઝડપાયેલા સંજય અને પ્રશાંત બંને રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. સંજય વિરૂૂધ્ધ અગાઉ માલવીયાનગર, ભક્તિનગર, આજીડેમ, કુવાડવા પોલીસ અને ડીસીબીમાં રાયોટીંગ, ચોરી, જૂગાર, દારૂૂ, જાહેરનામા ભંગના 7 ગુનામાં પકડાયો હતો. જ્યારે પ્રશાંત અગાઉ ભક્તિનગર, ડીસીબી, આજીડેમ, વલસાડમાં મારામારી, ધમકી, જૂગાર, દારૂૂના પાંચ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો હતો. ઝડપાયેલા બંનેને પોલીસ ઘટના સ્થળે લઇ ગઇ ત્યારે બંનેએ હાથ જોડી માફી માંગતા આ કાર્યવાહી જોવા લોકો ટોળે વળ્યા હતાં.