ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રાથમિક શાળામાં ખાનગી એજન્સીઓ દ્વારા કરારી શિક્ષકોની ભરતી કરવા પ્રક્રિયા શરૂ

04:43 PM Jul 23, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં આઉટ સોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાઓને પરિપત્ર કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં આ અંગેનો ઠરાવ કર્યા બાદ હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ નક્કી કરેલી એજન્સી મારફતે શાળા સહાયકની નિમણૂક કરવા માટે સુચના આપી છે. જેથી હવે આગામી દિવસોમાં સરકારી સ્કૂલોમાં 11 માસના કરાર આધારીત શાળા સહાયકોની નિમણૂક કરવામાં આવશે. શાળા સહાયકોએ સ્કૂલમાં વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃતિ તથા કચેરી દ્વારા અપાતી કામગીરી કરવાની રહેશે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવેલા છે, જે અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક પગાર-કેન્દ્ર શાળાઓમાં અભ્યાસિક તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં મદદ મળે અને વહીવટી કામ સરળતાથી અને ઝડપથી થાય તે માટે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે શિક્ષણ વિભાગે 21 ફેબ્રુઆરી, 2025ના રોજ ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. આઉટ સોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક માટે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોનવાઈઝ કે જિલ્લાવાઈઝ એજન્સી નક્કી કરવાની કાર્ય પદ્ધતિ અંગે સૂચના આપવાની રહેશે તે મુજબની જોગવાઇ કરવામાં આવેલી છે.

આ જોગવાઈના અનુસંધાને જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટે જે તે જિલ્લાના કલેક્ટર - જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માન્ય કરવામાં આવેલી એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઠરાવની તમામ જોગવાઈઓનું પાલન કરી લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોસીંગથી મેળવવાની કાર્યવાહી કરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના પગલે હવે આગામી દિવસોમાં જે તે જિલ્લાઓમાં શિક્ષણ સહાયકની નિમણૂક કરવા માટેની કાર્યવાહી હાથ પર લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી મોટી શાળાઓમાં કમ્પ્યુટરની જાણકારી ધરાવતા શાળા સહાયક ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન કરાયું હતું.

Tags :
gujaratgujarat newsPrimary SchoolsSchool
Advertisement
Next Article
Advertisement