રાજકોટ જિલ્લાની 43 શાળામાં ખાલી પડેલી આચાર્યની જગ્યા ભરવા પ્રક્રિયા શરૂ
વિરાણી હાઈસ્કૂલમાં 10 દિવસીય ઈન્ટરવ્યૂ કેમ્પનો પ્રારંભ
રાજ્યભરની મોટાભાગની શાળાઓમાં આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. અને તેને ભરવા માટે જિલ્લાવાઈઝ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાની શાળાઓમાં પણ આચાર્યોની ખાલી જગ્યા ભરવા કવાયત કરવામાં આવી છે. અને આચાર્ય ભરતીનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં 43 જેટલી હાઈસ્કૂલના આચાર્યોની ખાલી પડેલ જગ્યાના ઈન્ટરવ્યુની આજરોજ વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે ઈન્ટરવ્યુ શરૂ કરવામાં આવ્યા જેની શુભ શરૂઆત દિપ પ્રાગટ્ય કરી જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમાર, જિલ્લા શાળા સંચાલક મંડળના ડો. પ્રિયવદન કોરાટ, શહેર આચાર્ય સંઘના શૈલેષ સોજીત્રા તતા શૈલેષ વોરા, ઉચ્ચતર શિક્ષક સંઘના ડો. લીલાભાઈ કડછા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અન્ય અધિકારીઓ સબંધીત શાળાઓના શૈક્ષણિક લોકો ઉપસ્થિત રહેલ હતાં. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા મેરેથોન 10 દિવસ ચાલુ રહેશે.