રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા તલની આવક, રૂા.3070માં હરાજી
મુક્તમાં સોદા સારા થતા ખેડૂતમાં ખુશીની લાગણી
મોરબી રોડ પર આવેલ રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે નવા સફેદ તલની આવકના શ્રીગણેશ થયા હતાં આવકના શ્રીગણેશ વખતે 20 કિલો તલના રૂા. 3070માં સોદા થયા હતા પ્રારંભમાં જ સારા ભાવ મળતા ખેડુતો પણ રાજી થઈ ગયા હતા અને આગામી દિવસોમાં પણ ભાવ વધારો તેવો આશાવાદ વ્યક્ત કર્યા હતાં.
રાજકોટ બેડી માર્કેટ યાર્ડના વેપારી સુત્રોના જણાવ્યા મુજબ આજે નવા સફેદ તલની આવકનો પ્રારંભ થયો હતો આજે પ્રથમ દિવસે જ 16 જેટલી ગુણીની આવક થઈ હતી જે કાલાવડ તાલુકાના જશાપર ગામના ખેડુત ેજન્તીભાઈ આંબાભાઈ દ્વારા લઈ આપવામાં આવ્યા હતાં જેના એક મણના રૂા. 3070માં મુહુર્તના સોદા થયા હતા જેને કમિશન એજન્ટ ભાસ્કર ટ્રેડ્રિંગ કુ દ્વારા વિ.કે. પટેલ નામના વેપારી દ્વારા ખરીદવામાં આવ્યા હતા.ં.
દિવાળીના તહેવાર બાદ રાજકોટ સહિતના યાર્ડમાં ધીમે ધીમે નવી જણસીની આવક શરૂ થતી હોય હાલ રાજકોટ યાર્ડમાં કપાસ, લસણ, જીરૂ, રાયડો, મગફળી સહિતની આવક થઈ રહી છે. અને પ્રતિ 20 કિલોએ ભાવ પણ સારા મળી રહ્યા છે. જેથી ખેડુતોનો પણ રાહત અનુભવી રહ્યો છે. અને આગામી દિવસોમાં પણ ભાવ સારા મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.