For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આઈપીએસ પાંડિયન સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરો : મેવાણી

04:32 PM Oct 16, 2024 IST | admin
આઈપીએસ પાંડિયન સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરો   મેવાણી

વરિષ્ઠ પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને વિશેષાધિકાર ભંગ બદલ પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે આઈપીએસ પોલીસ અધિકારીએ ધારાસભ્ય સાથે મોબાઈલ બહાર રાખવા જેવી સાદી વાત માટે પણ સારું વર્તન કર્યું નથી.

Advertisement

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને વિશેષાધિકાર ભંગના કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારી એડીજી એસસી-એસટી સેલ રાજકુમાર પાંડિયન સામે પગલાં લેવાની માંગ કરી છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે સિનિયર આઈપીએસ રાજકુમાર પાંડિયને મોબાઈલ બહાર રાખવા જેવી સાદી વાત માટે ધારાસભ્ય સાથે સારું વર્તન કર્યું ન હતું. મેવાણીએ કહ્યું કે રાજ્યમાં દલિતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને અમે વરિષ્ઠ આઈપીએસનો સંપર્ક કર્યો હતો જેઓ એસસી-એસટી સેલના એડિશનલ ડીજી પણ છે.
તેમણે કહ્યું કે ધારાસભ્ય પાસે મોબાઈલ ફોન હોવાથી તે ગુસ્સે થઈ ગયા અને તેમને મોબાઈલ બહાર રાખવા કહ્યું, જેના પર ધારાસભ્યએ તેમને પૂછ્યું કે પોલીસ અધિકારીને મળવા સમયે મોબાઈલ ફોન ન રાખી શકાય તેવું ક્યાં લખેલું છે. તેમના સ્ટાફને ધારાસભ્ય અને તેમના સાથીદારોના મોબાઈલ ફોન લઈ લેવા કહ્યું હતું.

Advertisement

જે બાદ મેવાણીએ કહ્યું કે અમે દલિતોના પ્રશ્નો અને સમસ્યાઓ વિશે વાત કરવા આવ્યા છીએ. જો તમે ઈચ્છો તો તમારો મોબાઈલ બહાર રાખી શકો છો, પરંતુ તમે જે ભાષા બોલી રહ્યા છો તે યોગ્ય નથી. જીગ્નેશે ધારાસભ્ય સાથેની વાતચીતના પ્રોટોકોલનું પાલન ન કરવા સામે વિરોધ કર્યો હતો.

મેવાણીએ કહ્યું કે વરિષ્ઠ પોલીસ અધિકારીએ પણ ટી-શર્ટ પહેરેલી હોવાની ટિપ્પણી કરી હતી, જે યોગ્ય નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીએ ધારાસભ્ય અને તેમના સહયોગીઓ સાથે જે રીતે વર્તન કર્યું તે યોગ્ય નથી. અને તેમના આત્મસન્માનને ઠેસ પહોંચી છે.

અધિકારીએ નિયમોનું પાલન ન કર્યું, જેના માટે તેઓ તેમની સામે વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન જીગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ડો. તુષાર ચૌધરી પણ હાજર હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement