રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલ મટકી ફોડ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ

04:56 PM Sep 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મનપા દ્વારા કુલ-5 વિજેતાઓને અનુક્રમે 51,000, 41,000 અને 11,000 રોકડ પુરસ્કાર એનાયત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પવિત્ર શ્રાવણ માસના જન્માષ્ટમી તહેવારનિમિતે જન્માષ્ટમી પર્વ ઉજવણી અંતર્ગત તા.24/08/2024 થી તા.28/08/2024 સુધી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જે અંતર્ગત ગત તા.26/08/2024 જન્માષ્ટમીના રોજ મટકી ફોડ સ્પર્ધા યોજાયેલ. મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા.21/08/2024 થી 23/08/2024 સવારે 11:00 થી સાંજે 06:00 કલાક સુધી દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે ફોર્મ વિતરણ કરવામાં આવેલ. આ સમયગાળા દરમ્યાન જુદા જુદા વોર્ડ વિસ્તારના કુલ-53 ગૃપ દ્વારા મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ ભરવામાં આવેલ હતા. આ જુદા જુદા 53 સ્થળો ખાતે જન્માષ્ટમીના રોજ રાત્રે 12:00 કલાકે મટકી ફોડ સ્પર્ધા યોજાયેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલ જજની ટીમ દ્વારા નિયત ધારાધોરણ મુજબ મૂલ્યાંકન કરી ક્રમાંક આપવામાં આવેલ. જે અંતર્ગત મટકી ફોડ સ્પર્ધામાં વિજેતા થયેલ.
05(પાંચ) ગૃપને આજ તા.11/09/2024, બુધવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે ઇનામ વિતરણકાર્યક્રમ યોજાયો.

આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષદંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ ઉપસ્થિત રહેલ હતા અને વિજેતા થયેલ ગૃપને શુભેચ્છા પાઠવેલ હતી.

Tags :
atki Fod competitiongujaratgujarat newsJanmashtamirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement