દ્વારકાના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ ખાનગી વાહનો દોડવા લાગ્યા
ઓખા - બેટ દ્વારકા વચ્ચેનાં સિગ્નેચર બ્રીજનાં લોકાર્પણ પહેલા જ બ્રીજ પરથી ફોર વ્હીલર પસાર થવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે 25 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રીજનું લોકાપર્ણ થવાનું છે ત્યારે બ્રીજ પર એક પરીવાર કાર સવારી કરતો હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામાં ફરતો થતા ખળભળાટ થયો છે. આ પૂર્વે પણ આ બ્રીજ પર બુલેટ સવારીનાં વિડીયો સમાચારોમાં ચમક્યો હતો. એક તરફ તંત્ર વડાપ્રધાનનાં આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવાનો દાવો થઇ રહ્યો છે ત્યારે આ વિડીયોએ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે મિડીયાને પણ તંત્ર બ્રીજ પર શૂટીંગની મંજૂરી નથી આપી રહ્યું ત્યારે આ લોકો કોણ છે અને કેવી રીતે સિગ્નેચર બ્રીજ પર કાર સવારી કરી રહ્યા છે? શું પોલીસ અને તંત્રનાં નિયમો ફક્ત મિડીયા માટે જ છે કે પછી નિયમ પાલનમાં લોલંલોલ ચલાવાઇ રહ્યું છે.?
વડાપ્રધાનનાં કાર્યક્રમને ગણતરીનાં દિવસો જ બાકી છે ત્યારે આ વિડીયોથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. શું આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવામાં આવશે? કે પછી ભૂતકાળની જેમ પોલીસ કોઇ કાર્યવાહી કરશે નહી?