For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યની શાળાઓના એસ.એમ.સી.બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષ

01:40 PM Jun 09, 2025 IST | Bhumika
રાજ્યની શાળાઓના એસ એમ સી બેંક એકાઉન્ટના વારંવાર બદલાવથી આચાર્યોમાં રોષ

અધિકારીઓ પરીપત્ર કરી છૂટી જાય છે, શાળાઓને વહીવટી કામગીરી કરવામાં ભારે મુશ્કેલી

Advertisement

ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં થતા ખર્ચ તેમજ અન્ય સહ અભ્યાસિક પ્રવ્રુતીઓ તેમજ શાળામાં કરવામાં આવતી બાંધકામની પ્રવૃત્તિઓ માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જે અનુદાન ફાળવવામાં આવે છે એ શાળા માટે એસ.એમ.સી.ના એકાઉન્ટ તેમજ સી.આર.સી. અને બી.આર.સી.ના બેંક એકાઉન્ટ દ્વારા નાણાંકીય વ્યવહાર કરવામાં આવે છે આ બધા બેંક એકાઉન્ટ સૌથી પહેલા બેંક ઓફ બરોડામાં હતા ત્યારબાદ એસ.બી.આઈ. બેંકમાં ખોલવાનો રાજ્યકક્ષાએથી પરિપત્ર થયો વળી સમગ્ર શિક્ષા અભિયાનના કોઈ અધિકારીને સપનું આવ્યું અને એકાઉન એસબીઆઈ બેંકમાંથી તત્કાલિક બંધ કરી ICICI બેંકમાં ખોલવામાં આવ્યા બેવર્ષ સુધી CIC બેંકમાં નાણાંકીય વ્યવહારો કરવામાં આવ્યા વળી પાછું અન્ય કોઈ અધિકારીને સપનું આવ્યું અને આ બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં ખોલવા માટેનો પત્ર થયો અધિકારીઓ તો માત્ર પત્ર કરીને છૂટી જાય છે પણ બેંક એકાઉન્ટ ખોલવા માંટે મહામુસીબત થાય છે, સભ્ય સચિવ અને એસ.એમ.સી.ના મહિલા સભ્યની ડીઝિટિલ સાઈન લેવા માટે મહિલા સભ્યનું અને સભ્ય સચિવનું વીડિયો રેકોર્ડિંગ કરવું વગેરેમાં ખુબજ મુશ્કેલીઓ પડે છે, મહિલા સભ્ય ધંધા,મજૂરી કરતા હોય એમને બેંક સુધી લાવવા લઈ જવામાં આચાર્યને ખુબજ મુશ્કેલીની સામનો કરવો પડે છે અને ડીઝીટલ સહી વાળી પેન ડ્રાઈવ લેવામાં ખર્ચ પણ ખુબજ થાય છે વળી, પાછા ઉપરોક્ત પરિપત્ર મુજબ બેંક એકાઉન્ટ CIC માંથી બેંક ઓફ બરોડા BOB માં ખોલાવવામાં ફરી પાછા આવા જ પ્રયત્નો કરવા પડશે, આવી રીતે વારંવાર બેંક એકાઉન્ટ બદલવાથી અનેક વહીવટી મુશ્કેલીઓ પડે છે, એકાઉન્ટ ખોલવા માટે બેંકોમાં વારંવાર ધક્કા ખાવાથી વિદ્યાર્થીઓને ભણાવવાનો સમય રહેતો નથી. આવા અનેક કારણોસર બેંક ઓફ બરોડામાં બેંક એકાઉન્ટ ખોલવાનો પરિપત્ર થયો હોય એ બાબતે આચાર્યોમાં ખુબજ રોષ અને આક્રોશ વ્યાપી રહ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement