ઉપલેટા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને શાળા બંધ કરાવવા ધમકી
ઉપલેટા પ્રાથમિક શાળાના આર્ચાય અને શિક્ષક ને સ્કુલ પાસે રહેતા વિધર્મી પિતા-પુત્રએ શાળા બંધ કરવાની ધમકી આપી આર્ચાય અને શિક્ષક ને વિધાર્થીઓ ને ભણાવવા આવ્યા તો હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ધોરાજીના હડમતીયા ગામેના વતની અને હાલ ઉપલેટા વર્ધમાન નગર સોસાયટીમાં રહેતા અને વેલારીયા ગામે પ્રાથમીક શાળામા છેલ્લા બે વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાતા સતીષભાઇ કાનજીભાઇ સિંહારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સ્કુલ પાસે રહેતા વલીમામદ સુમરા અને તેના પુત્ર અસલમનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા.08/08/2025 ના રોજ સાંજના આશરે સાડા છએક વાગ્યાના સમયે સતીશભાઈ ઉપલેટા મુકામે તેના ઘરે હતા તે વખતે તેમના મોબાઇલ નંબર ઉપર ફોન આવેલ અને મનફાવે તેમ ફોન ઉપર ગાળો બોલવા લાગેલ અને કહેલ કે તુ તથા વેલારીયા ગામે પ્રાથમીક શાળામાં આવતા શીક્ષક કલ્પેશભાઇ પરડવા તમે બંન્ને જણા કાલથી વેલારીયા ગામે પ્રાથમીક શાળામા આવ્યા તો તમારા બંન્નેના ટાટીયા ભાંગી નાખીશ અને તમને બંન્નેને મારી નાખીશ તેમ કહેતા આ ફોન વાળા ભાઈને તેમનુ નામ પૂછતા જણાવેલ કે મારૂૂ નામ અસલમભાઇ વલીમામદભાઈ સુમરા છે જે નામ સાચુ છે કે નથી તેની સતીશભાઈને ચોક્કસ ખાત્રી નથી અને તેણે ધમકી આપતા જણાવ્યું કે, હું પ્રાથમીક શાળાની બાજુમા જે રહુ છુ અને તમારી શાળામાથી મારા ઘરે જીવ જંતુઓ આવે છે અને ત્યાં ઝાડમાંથી કચરો મારા ઘરે આવે છે તેમ કહી મને ફોન ઉપર વધારે ગાળો આપવા લાગેલ બાદ ફોન કાપી નાખેલ અને આ અસલમે અવા2 નવાર ત્રણ ચાર વાર ફોન કરેલ અને અસલમના પિતાજીએ પણ સતીશભાઈને ફોનમા કહેલ કે તુ મારા દિકરા અસલમને શું કામ ગાળો કાઢે છે તેમ કહી મને આ વલીમામદભાઇએ પણ ફોનમાં ગાળો કાઢેલ હતી અને છેલ્લે સાંજના આશરે ફરીથી ફોન કરી મને મનફાવે તેમ બોલી અને કહેવા લાગેલ કે શાળા બંધ કરાવી દેવી છે જો તમે બંન્ને જણા કાલથી વેલારીયા ગામે શાળાએ છોકરા ભણાવવા આવશો તો તમારા બંન્નેના ટાંટીયા ભાંગી નાખીશ અને જા નથી મારી નાખીશ અને છોકરાઓને પણ માર મારીશ તેમ કહેતા મે ફોન કાપી નાખેલ હતો જેથી વેલારીયા ગામના આ અસલમ વલીમામદ ભાઇ સુમરા તથા વલીમામદભાઇ સુમરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
