For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચૂંટણી પૂર્વે વડાપ્રધાનની કાલે ગુજરાતની છેલ્લી મુલાકાત

01:07 PM Mar 11, 2024 IST | Bhumika
ચૂંટણી પૂર્વે વડાપ્રધાનની કાલે ગુજરાતની છેલ્લી મુલાકાત

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, રેલવેના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને જાહેરસભા

Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ચૂંટણી જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ફરી અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે અમદાવાદ ખાતે વડાપ્રધાનના હસ્તે ગાંધી આશ્રમનના રિડેવલોપ મેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ-મુંબઈ રૂટની વંદેભારત ટ્રેનનું લોકાર્પણ કરશે અને સવારે 10:30 વાગ્યે ગાંધીઆશ્રમ ખાતે જાહેરસભાને સંબોધન કરશે.

Advertisement

વડાપ્રધાનની આ મુલાકાત બાદ ગમે ત્યારે લોકસભાની ચૂંટણી યોજાનાર હોય આ મુલાકાત છેલ્લી બની રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. સવારે 10:30 વાગ્યે વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભય ઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. સાંજ સુધીમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમ મુજબ 12મી માર્ચના રોજ વડાપ્રધાન સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. એરપોર્ટથી સીધા તેઓ સાબરમતી ડી કેબીન પાસે આવેલા રેલવેના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં વડાપ્રધાન અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ભૂજ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. એક સ્ટેશન એક ઉત્પાદન સ્ટોલ, ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ગુડ શેડ અને જન ઔષધી કેન્દ્રનું લોકાર્પણ કરશે.

સાબરમતી ડી કેબીન ખાતે રેલવેના કાર્યક્રમમાં હાજરી આપી 10.30 વાગ્યે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સાબરમતી ગાંધી આશ્રમના રૂૂ.1200 કરોડના રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાન અભય ઘાટ ખાતે આવેલા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. વિશાળ સભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાન ધોલેરા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થશે.

રેલવેનાં માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મોટું પ્રોત્સાહન આપવા વડાપ્રધાન અમદાવાદમાં ડીએફસીનાં ઓપરેશન ક્ધટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે અને રૂૂપિયા 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી રેલવે કાર્યશાળાઓ, લોકો શેડ, પિટ લાઇન/ કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે. ફાલ્ટન બારામતી નવી લાઇન; ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ અપગ્રેડેશનનું કામ કરશે અને ન્યૂ ક્રૂજાથી સાહનેવાલ (401 આરકેએમ) વચ્ચે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના બે નવા વિભાગો પૂર્વીય ડીએફસીના સાહનેવાલ (401 આરકેએમ) અને ન્યૂ મકરપુરાથી ન્યૂ મકરપુરાને વેસ્ટર્ન ડીએફસીના ન્યૂ ઘોલવડ સેક્શન (244 આરકેએમ)ને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

રેલવેના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ
પ્રધાનમંત્રી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ, મૈસૂર-ડો. એમજીઆર સેન્ટ્રલ (ચેન્નાઈ), પટણા-લખનઉ, ન્યૂ જલપાઈગુડી-પટના, પુરી-વિશાખાપટ્ટનમ, લખનઉ-દહેરાદૂન, કલબુર્ગી- સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ બેંગલુરુ, રાંચી-વારાણસી, ખજુરાહો-દિલ્હી (નિઝામુદ્દીન) વચ્ચે દસ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી પણ આપશે. પ્રધાનમંત્રી વંદે ભારતની ચાર ટ્રેનોના વિસ્તરણને પણ લીલી ઝંડી આપશે. અમદાવાદ-જામનગર વંદે ભારત દ્વારકા, અજમેર-દિલ્હી સુધી લંબાવવામાં આવી રહ્યું છે. સરાય રોહિલ્લા વંદે ભારત ચંદીગઢ, ગોરખપુર-લખનઉ સુધી લંબાવવામાં આવી રહ્યું છે. વંદે ભારત પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી રહ્યું છે અને તિરુવનંતપુરમ-કાસરગોડ વંદે ભારત મેંગલુરુ સુધી લંબાવવામાં આવી રહ્યું છે અને આસનસોલ અને હટિયા અને તિરુપતિ અને કોલ્લમ સ્ટેશનો વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement