For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાન કાલથી 3 દી’ ગુજરાતમાં, સોમવારે ભાજપનું શક્તિ પ્રદર્શન

12:18 PM Sep 14, 2024 IST | Bhumika
વડાપ્રધાન કાલથી 3 દી’ ગુજરાતમાં  સોમવારે ભાજપનું શક્તિ પ્રદર્શન
Advertisement

GMDC ગ્રાઉન્ડમાં ભાજપના એક લાખ કાર્યકરોનું સંમેલન યોજાશે: જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન મોદી રવિવારે સાંજે આવશે અને મંગળવારે રવાના થશે, ગાંધીનગરમાં વંદે મેટ્રો અને ગ્લોબલ રિ-ઇન્વેસ્ટમેન્ટ રિન્યૂએબલ એનર્જીનો કરાવશે પ્રારંભ

Advertisement

ગણેશ વિસર્જન અને ઇદના જુલૂસ સમયે જ કાર્યક્રમો ગોઠવાતા અમદાવાદ-ગાંધીનગર પોલીસની કસોટી

લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી આવતીકાલે તા.15 સપ્ટેમ્બરે સાંજે ગુજરાત આવશે જે તેમના જન્મદિવસના દિવસ સુધી એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રોકાશે. ત્યારે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવી ગયો છે.
વડાપ્રધાન મોદી 15 સપ્ટેમ્બર 2024ના રોજ ગુજરાત પ્રવાસ પર આવશે. તેઓ 4:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને અહીંથી સીધા જ વડસર એરફોર્સ સ્ટેશને રવાના થશે. અહીં તેઓ એરફોર્સ દ્વારા નવા તૈયાર કરવામાં આવેલા ઓપરેશન કોમ્પલેક્સની મુલાકાત લેશે. જે બાદ સાંજે 6 વાગ્યે તેઓ સીધા ગાંધીનગર ખાતે રાજભવન આવી પહોંચશે જ્યાં તેઓ રાત્રી ભોજન અને રાતવાસો કરશે.

રાજભવન ખાતે રાત્રી રોકાણ દરમિયાન તેઓ મહત્વની બેઠકો કરે તેવી શક્યતા છે. પ્રવાસના બીજા દિવસે, એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ સવારે તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ સવારે 10 વાગ્યે તેઓ ફોર્થ ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવશે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ 12 વાગ્યે પરત રાજભવન આવશે અને અહીં ભોજન પણ કરશે.

રાજભવન ખાતે બપોરનું ભોજન લઈને તેઓ 1:30 વાગતા ગાંધીનગર સેક્ટર 1 ખાતે તૈયાર કરવામાં આવેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર તેઓ અહીંથી ગિફ્ટ સીટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. લગભગ 3 વાગીને 30 મિનીટ આસપાસ તેઓ GMDCગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે ફરી રાજભવન આવીને ભોજન લઇ રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે સવારે તેમના જન્મદિને એટલે કે 17 સપ્ટેમ્બરના રોજ તેઓ સવારે 9 વાગ્યે ગુજરાત પાસેથી વધામણા લઈને ભુવનેશ્વર જવા રવાના થશે.

17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે ત્યારે ગુજરાત ભાજપ દ્વારા 16મી સપ્ટેમ્બરે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 16 સપ્ટેમ્બરે બપોરે 3-30 વાગ્યે ગુજરાત ભાજપ જબરૂ શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદના GMDCમેદાનમાં 1 લાખ ભાજપ કાર્યકરો એકત્રિત થશે. આ કાર્યક્રમની જાહેરાત ભાજપના સદસ્યતા અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે કરી હતી.

ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીની આ પ્રથમ ગુજરાત યાત્રા છે. તેમના આગમનને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (ખગછઊ) દ્વારા આયોજિત ચોથી રી-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ ઇ2ઇ (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ્સ યોજાશે, જેમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓ ભાગ લેશે. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓ પોતાનો જન્મદિવસ ગુજરાતમાં જ ઉજવશે. તા. 16મીએ વડાપ્રધાનનો જીએમડીસી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ હોવાથી તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા માટે સિનિયર ઓફિસરો ઉપરાંત બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે. કાર્યક્રમ દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડ આજુબાજુના માર્ગ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. આ માટેના વૈકલ્પિક રૂૂટ અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જાહેરાત કરી છે.શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. જેને પગલે તમામ મોટા પંડાલ પાસે પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત, આગામી સોમવારે વડાપ્રાધન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાત લઇને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં ખાસ હાજરી આપવાના છે. જેને પગલે હવે સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડમાં સુરક્ષાની તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનર કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાનના કાર્યક્રમને લઇને સિનિયર આઇપીએસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. લગભગ બે હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને તમામ એજન્સીઓ સુરક્ષા માટે જીએમડીસી ગ્રાઉન્ડ પર તૈનાત રહેશે.

ગણેશ વિસર્જન, ઇદના જુલૂસ સમયે જ વડાપ્રધાન ગુજરાતમાં
17મી સપ્ટેમ્બરે શહેરમાં ગણેશ વિસર્જન અને ઇદ-એ-મિલાદનું જુલૂસ આયોજિત હોવાથી શહેરમાં 12 હજારનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. આ ઉપરાંત, ડ્રોનથી સર્વેલન્સ, સીસીટીવીથી નજર રાખવા માટે પોલીસ કંમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમથી સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓને પણ પોતાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

NSGની ટીમનું આગમન
વડાપ્રધાનના આગમનને લઇને અમદાવાદ એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ પર પેસેન્જર ઉપરાંત તેમને લેવા અને મૂકવા માટે આવતા વાહનો અને લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સીઆઇએસએફની ટીમને રાઉન્ડ ધી ક્લોક એરપોર્ટ પર પેટ્રોલિંગ માટે સૂચના આપી દેવાઇ છે. સ્થાનિક પોલીસ પણ ડીસીપી કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગ કરશે. વડાપ્રધાનની મુલાકાતને લઇને એનએસજીની ટીમ અમદાવાદ આવી ગઇ છે. અધિકારીઓ એરપોર્ટ ઉપરાંત મોદીના તમામ કાર્યક્રમોના સ્થળની વિઝિટ લઇને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહયા છે. જરૂૂર જણાય ત્યાં સૂચનો પણ કરી રહ્યા છે. આઇબીની ટીમ પણ અઠવાડિયાથી અમદાવાદ આવી ગઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement