For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુદર્શન સેતુના મુખ્ય આકર્ષણ વ્યુઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

11:58 AM Feb 26, 2024 IST | Bhumika
સુદર્શન સેતુના મુખ્ય આકર્ષણ વ્યુઈંગ ગેલેરીથી સમુદ્ર દર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • સમુદ્રમાં બેનરના માધ્યમથી ‘મોદી કી ગેરંટી’ની પ્રતિકૃતિ થકી વડાપ્રધાનનું અનેરું સ્વાગત કરતાં સાગરખેડૂ

ઓખા અને બેટ-દ્વારકા જોડતા રૂા.978.93 કરોડના ખર્ચે નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ અહીંના સાગર ખેડૂઓએ સુદર્શન બ્રિજની બન્ને બાજુ બેનર તેમજ બોટના માધ્યમથી મોદી કી ગેરંટી પ્રતિકૃતિ બનાવીને અનેરુ આકર્ષણ ઉભુ કર્યું હતું. બેટ-દ્વારકાની ઓળખ સમો સુદર્શન સેતુ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. તેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર વ્યૂઈંગ ગેલેરીની વડાપ્રધાનશ્રીએ મુલાકાત લીધી હતી. તેમજ સમુદ્રમાં અનેક સુશોભિત બોટ અને બેનરના માધ્યમથી મોદી કી ગેરંટીની અદભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. તેમજ સેતુની બીજી તરફ પર સુશોભિત બોટ કરવામાં આવી હતી. વ્યુંઇંગ ગેલેરીની મુલાકાત લઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુદર્શન બ્રિજનો અદ્દભૂત નજારો નીહાળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદશ્રી સી.આર.પાટીલ, જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગ સચિવશ્રી અનુરાગ જૈન,નેશનલ હાઇવેના સ્પેશ્યલ સેક્રેટરીશ્રી પી.આર.પાટેલિયા તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી આલોક પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સુદર્શન સેતુની વિશેષતાઓ

  • બ્રિજની લંબાઇ 2320 મીટર, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
  • બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20 બાય 12 મીટરના 4 - મોરપંખ આકારવામાં આવ્યા છે.
  • ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર
  • બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
  • આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ
  • ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્ર્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે.
  • સોલાર પેનલ થી 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગમાં થશે.
  • બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • બ્રિજપર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.
  • પાર્કિંગની સુવિધા.
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement