વડા પ્રધાન મોદીએ ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરથી 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રિડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. આ અમૃત ભારત સ્ટેશન યોજનાનો એક ભાગ છે, જેનો હેતુ ભારતીય રેલ્વેના આધુનિકીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજનાનો હેતુ દેશભરના 1,300 થી વધુ રેલ્વે સ્ટેશનોને અદ્યતન મુસાફરો સુવિધાઓ અને પ્રાદેશિક સ્થાપત્ય એકીકરણ સાથે આધુનિક પરિવહન કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો છે.
કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ PM મોદીએ કુલ રૂ. 26000 કરોડના ખર્ચે થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મુક્યા હતાં. આ પ્રોજેક્ટમાં 1000 કિલોમીટરનો રેલવે ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાત મોટા રોડ પ્રોજેક્ટ ત્રણ વ્હિકલ અંડરપાસ, પાવરગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો 900 કિ.મી. નેશનલ હાઈ-વેના કામકાજ સામેલ હતા.
આશરે 1100 કરોડના ખર્ચે પુનર્વિકસિત આ 103 સ્ટેશનો 86 જિલ્લાઓમાં સ્થિત છે. આમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના મુખ્ય અને નાના સ્ટેશનોનો સમાવેશ થાય છે, જે વધુ સારી મુસાફરો સુવિધાઓ, દિવ્યાંગજનો માટે સુલભતા અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ ડિઝાઇન પ્રદાન કરવા માટે અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના 16 સ્ટેશનનો સમાવેશ થાય છે:-
ડાકોર
દેરોલ
હાપા
જામવંતાલી
જામજોધપુર
કેનાલુસ જંકશન
કરમસદ
કોસંબા જંકશન
લીંબડી
મહુવા
મીઠાપુર
મોરબી
ઓખા
પાલીતાણા
રાજુલા જંકશન
સામખીયાળી
રાજસ્થાનના 8 સ્ટેશનનો સમાવેશ થાય છે:-
ફતેહપુર શેખાવતી
દેશનોક
બુંદી
માંડલગઢ
ગોગામેડી
રાજગઢ
ગોવિંદગઢ
મંડવર-મહુઆ રોડ
મહારાષ્ટ્રના 15 સ્ટેશનોનો સમાવેશ થાય છે:-
આમગાંવ
ચંદા કિલ્લો
ચિંચપોકલી
દેવલાલી
ધુળે
કેડગાંવ
લાસલગાંવ
લોનંદ જંકશન
માટુંગા
મુર્તિઝાપુર જંકશન
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈટવારી જંકશન
પરેલ
સાવડા
શહાદ
વડાલા રોડ
ઉત્તર પ્રદેશના 19 સ્ટેશનનો સમાવેશ થાય છે:-
બલરામપુર
બરેલી શહેર
બિજનૌર
ફતેહાબાદ
ગોલા ગોકરનાથ
ગોવર્ધન
ગોવિંદપુરી
હાથરસ શહેર
ઇદગાહ આગ્રા જંક્શન
ઇજ્જતનગર
કરચના
મૈલાની જંકશન
પુખરાયન
રામઘાટ હોલ્ટ
સહારનપુર જંકશન
સિદ્ધાર્થનગર
સુરેમાનપુર
સ્વામિનારાયણ છપિયા
ઉઝાની
તમિલનાડુના 9 સ્ટેશનનો સમાવેશ થાય છે:-
ચિદમ્બરમ
કુલીતુરાઈ
મન્નારગુડી
પોલુર
સામલાપટ્ટી
શ્રીરંગમ
સેન્ટ થોમસ માઉન્ટ
તિરુવન્નામલાઈ
વૃધ્ધાચલમ જંકશન
મધ્ય પ્રદેશના 6 સ્ટેશનનો સમાવેશ થાય છે:-
સિહોર જંકશન
ઉત્તરન કટની દક્ષિણ
નર્મદાપુરમ
ઓરછા
સિઓની
શાજાપુર