રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાપ્રધાન મોદીજીનું ઉમળકાભેર સ્વાગત: ભવ્ય રોડ શો યોજાયો

12:23 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

ફેબ્રુઆરી, વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે હાલારની ધરતી પર પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જામનગર ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. દિગ્જામ સર્કલથી ઓસવાળ સેન્ટર સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂૂટ પર હજારો જામનગરવાસીઓ એકત્રિત થયા હતા.રોશનીથી ઝળહળતા શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી જામનગરવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.25 ફેબ્રુઆરીના રોજ જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના અનેક વિકાસ કામોના દ્વારકા ખાતેથી ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરનાર છે.જે કાર્યક્રમ માટે પધારેલ વડાપ્રધાનએ આજ રોજ જામનગર ખાતે રોડ-શો યોજી સર્કિટ હાઉસ તરફ પ્રસ્થાન કર્યું હતું.

Advertisement

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newspm narendra modi
Advertisement
Next Article
Advertisement