દ્વારકામાં હોટેલના છાપરા સહિતના દબાણો હટાવાયા
ભાડા પટ્ટે અપાયેલી દુકાનોનું ડિમોલિશન, હોટલ એક માસ માટે સીલ
યાત્રાધામ દ્વારકામાં આજે રવિવારના તંત્ર દ્વારા સરકારી જગ્યા ઉપર કરેલ દબાણો હટાવ ઝુંબેશ કામગીરી હાથ ધરાઇ હતી.
દ્વારકા ઇસ્કોન ગેટ અંદર કકલાસ કુંડ સામે આવેલ લક્ઝરી હોટલ એન્ટાલીયા ની આગળ સરકારી જગ્યામાં સ્ટચર ઉભુ કરેલ તે હોટલ નુ ડિમોલેશન જેસીબી ની મદદથી કરવામાં આવ્યું હતુ. આ હોટલ માલિકે સરકારી જગ્યા ઉપર કરેલ દબાણ હટાવવા અનેક વખત પાલીકાએ નોટિસ પણ ફટકારી હતી. દ્વારકા ના પ્રાંત અધિકારી અમોલ આવટે પાલીકા ચિફ ઓફિસર ઉદય નસીત પીજીવીસીએલ ની ટીમ રેવન્યુ સ્ટાફ પોલીસ સ્ટાફ વગેરે અધિકારીઓ સાથે આ હોટલના આગળના ભાગનો એક હજાર ફૂટ જગ્યામાં રહેલ દબાણ દૂર કરાયું હતું જેમની કિંમત 50 લાખ જેટલી થઈ રહી છે. તેમજ આ હોટલને એક માસ સુધી એસડીએમ ના ઓર્ડર થી સીલ મારવામાં આવી છે.
બપોર બાદ તંત્ર દ્વારકાના સુદામા સેતુ પાસે સરકારી જગ્યા ખુલ્લી કરવા પહોંચ્યુ હતું. જેમાં વર્ષો પહેલા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સુદામા સેતુ પાસે વિકાસ કરાયો હતો. જે પૈકી પણ દુકાનો આવેલી છે. તેનો કબજો પાલિકા તંત્ર પાસે હતો. ઠરાવ કરી આ જગ્યા ભાડા પેટે આપેલ હતી. તે પાલિકાની જગ્યા ખાલી કરાવી ત્રણેય દુકાનનું ડીમોલેશ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં હજુ સરકારી જગ્યા ઉપર કરેલા દબાણો તેમજ શહેરમાં રહેલ અન્ય દબાણ તંત્ર દ્વારા અગામી દિવસોમાં હટાવવામાં આવશે તેવું પ્રાંત અધિકારી અમોલ આવટે એ જણાવ્યું હતું.