વોર્ડ નં.10માં દબાણોનો રાફડો: 107 ફરિયાદ
મેયર તમારે દ્વાર અંતર્ગત આજરોજ વોર્ડ નં. 10માં લોકદરબાર યોજાયો હતો જ્યારે સ્થાનિકો દ્વારા રોડ રસ્તા તથા ખાલી પ્લોટ ઉપર થયેલા તેમજ ગેરકાયદેસર બાંધકામ અને ડ્રેનેજ તથા સફાઈ સહિતની 107 ફરિયાદો કરતા દરબારમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને જે તે વિભાગના અધિકારીઓને જવાબ આપવામા પરસેવો વળી ગયો હતો. વોર્ડ નં.10માં યોજાયેલ મેયર તમારા દ્વારે લોક દરબારિીજ્ઞિ;ંમાં વોર્ડ નં.10ના નાગરિકો દ્વારા સૂચિત સોસાયટીની રજૂઆતો, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે બસ સ્ટેન્ડ રીનોવેશન કરવા બાબત, કોટેચા ચોકથી યુનિ. સુધીના બસમાં ઓવર ટ્રાફિક થાય છે. ટાઉનશીપમાં પાણી વેરા બાબત રજુઆત, હાઇરાઈઝડ બિલ્ડિંગમાં ટીપરવાન લગત રજૂઆતો, આકારણી કરી વેરા બિલ ફાળવવા બાબત, યુનિ.ની અંદર મુંજકા ચોકમાં સર્કલ બનાવવા બાબતની રજુઆત, બગીચામાં સમારકામ કરવા બાબત, વોર્ડ નં.10માં નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા બાબત, રહેણાંક વિસ્તારના પાર્કિંગમાં આવેલ પ્રાઇવેટ સ્કૂલ દૂર કરવા બાબત, વોર્ડ નં.10માં આવેલ ચા ના થડામાં કોલસાની બદલે ગેસ આધારિત કરવા બાબત, યોગી પાર્કના કોમન પ્લોટમાં બાંધકામ કરી દબાણ કરેલ છે, ચમત્કારિક હનુમાનજી મંદિર પાસે સ્પીડ બ્રેકર બનાવવા માટે, ક્રિષ્ના પાર્ક પાસે ક્રિસ્ટલ મોલની પાછળના બગીચાને અપગ્રેડ કરવા બાબત, યુનિ. રોડ લાઈટનો પ્રશ્નો, સાફ સફાઈ, ચોમાસામાં પાણીનો પ્રશ્ન, બગીચામાં પાણી ભરાવાનો પ્રશ્ન, કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીનો કોમન પ્લોટ ખાલી કરવા બાબત, મહિલા હોકર્સ ઝોનમાં છાપરા નાખવા, મહિલા યુરિનલ કરવા બાબત, વૃંદાવન સોસાયટીમાં બોરનું પાણી અને ભૂગર્ભ ગટરનું પાણી મિશ્રણ થાય છે, વૃંદાવન સોસાયટીમાં રેસિડેન્ટ એરિયામાં કોમર્શિયલ બાંધકામ થતું હોવાથી રસ્તા પર બાંધકામનો સમાન પડ્યો છે.
રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ દૂર કરવા બાબત, વોર્ડ નં.10માં આવેલ ખાનગી પ્લોટમાં ન્યુસન્સ થાય છે અને ગાર્બેજ ભેગો થાય છે, સૌરભ રેસિડેન્સીમાં પાણીના ફોર્સ માટેની રજુઆત, સૌરભ રેસિડેન્સીમાં સ્ટ્રીટ લાઈટ વધારવા બાબત, સદગુરુ કોલોનીમાં ઝાડ ટ્રીમિંગ કરવા બાબત, ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરાવી આપવા રજુઆત, સફાઈ કર્મચારીઓ વધુ ફાળવવા બાબત રજુઆત, વોર્ડ નં.10માં ડ્રેનેજ લાઇન મોટી નાખવા બાબત, શિવ શક્તિ કોલોની આસપાસ ખાણી-પીણીની રેંકડીઓના દબાણ દૂર કરવા બાબત, પંચાયત ચોકથી આકાશવાણી ચોક સુધીના રોડ પર દબાણ દૂર કરવા બાબત, જ્યોતિનગરમાં ડ્રેનેજની લાઇન લીકેજ હોવાની રજુઆત, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ખુલ્લા પ્લોટમાં ન્યુસન્સ થાય છે, આસોપાલવ વીલાની બાજુના ખુલ્લા પ્લોટમાં નિયમિત સફાઈ કરવા બાબત, ક્રિસ્ટલ મોલની આસપાસ પે એન્ડ પાર્ક બનાવવા બાબત વિગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.