ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નારણકા ગામે 7.50 કરોડની જમીન પરથી દબાણ હટાવાયું

06:08 PM May 21, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો દુર કરવાની ઝુંબેશના ભગરૂપે આજે પડધરી તાલુકાના નારણકા ગામે રૂા.7.50 કરોડની કિંમતની જમીન ઉપર બે આસામીઓએ કરેલુ ખેતીનું દબાણ મામલતદાર દ્વારા દુર કરાવાયુ હતુ.

Advertisement

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નારણકા ગામમાં આવેલી સરકારી ખરાબાની જમીન પરના ગેરકાયદેસર દબાણ આજે દૂર કરવામાં આવ્યું હતુ. સર્વે નંબર 116 માં આવેલી આ જમીન પર ત્રણ આસામીઓ દ્વારા આશરે 18,000 ચોરસ મીટરનું ખેતી વિષયક દબાણ કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂૂપિયા 7.50 કરોડ જેટલી થાય છે. આ દબાણ હટાવવાની કાર્યવાહીમાં બે ગેરકાયદેસર ઓરડીઓ પણ તોડી પડાઇ હતી. આ સમગ્ર કામગીરી રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ, મામલતદાર અને તેમના સ્ટાફની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી.

Tags :
Demolitiongujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement