દ્વારકામાં દબાણ હટાવ ઝુંબેશ, લારીઓ જપ્ત કરાઇ
લકઝરી હોટલો આગળ ઓટલાઓ રેસ્ટોરન્ટ શોપ આગળ શેડના દબાણ તોડી પડાયા
યાત્રાધામ દ્વારકામાં પ્રાંત અધિકારી અમોલ આવટે દ્વારા નગર પાલીકાની ટીમ સિટી સર્વે અને પોલીસ ટીમ સાથે રાખી ગઈ કાલ સોમવાર થી શહેરમાં જગત મંદિર આસપાસ ભિડ વારા વિસ્તારમાં સરકારી જગ્યા ઉપર કરેલ દબાણો હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. વેપારીઓમા ફફડાટ ફેલાયો.
દ્વારકાના ઇસ્કોન ગેટ આસપાસ આડેધડ રહેલ લારીઓ તંત્રએ જપ્ત કરી હતી. ત્યારબાદ દ્વારકા નગરપાલિકા નું તંત્ર તેમજ એસડીએમ અને પોલીસ સીધી જેસીબી અને ટ્રેકટરો લૈઇ પાર્કિંગ થી જગત મંદિર તરફ જવાના રસ્તે નવા ગોમતી ઘાટ આગળ અંબાણી માર્ગ પર દબાણ હટાવવા પહોંચ્યા હતા. ત્યાં લકઝરી હોટલો આગળ ગેર કાયદેસર ઓટલાઓ બનાવામાં આવ્યા હતા. તે જેસીબી વડે તોડી પડાયા હતા. રેસ્ટોરન્ટ થંડાપીણા હેન્ડીડ્રાફ વગેરે શોપ આગળના ભાગે પતરાના શેડો બનાવી સરકારી જગ્યામાં ઓટલાઓ ખોડક્યા હતા.
તેઓનું જેસીબી વડે ડિમોલેશન કરાયુ હતુ. લકઝરી હોટલ આગળ દબાણો હટાવાતા હોટલ માલિકોમાં પણ ફાફડાટ ફેલાયો હતો. આગામી સમયમાં દ્વારકા શહેરમાં રહેલ ગેરકાયદેસર દબાણો હટાવો ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આવટે એ જણાવ્યું હતું. ઉલ્લેખિયન છે કે છેલ્લા એક બે વર્ષમાં તંત્ર ત્રીજી ફેરે અંબાણી માર્ગ પાસે દબાણ હટાવવ્યા પહોંચ્યું હતું. દબાણ હટાવની કામગીરી પુરી થૈઈ જાય થોડા દિવસો પછી વળી એજ જગ્યામા દબાણ લોકો કરી નાખતા હોય છે એ તંત્રને કેમ ધ્યાન નથી આવતું. એ સવાલો છે.