ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાઢી મૂકાયેલા આરોગ્યકર્મીઓની જગ્યા આઉટસોર્સથી ભરવા તૈયારી

03:45 PM Mar 28, 2025 IST | Bhumika
Advertisement

હડતાળ સંદર્ભે NGO દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવા તૈયારી: સરકારના કડક વલણથી આંદોલનકારીઓમાં ભભૂકતો રોષ

Advertisement

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. NGO દ્વારા હડતાલ સંદર્ભે હાઇકોર્ટમાં ઙઈંકની તૈયારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આજે 11માં દિવસે પણ આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્ય સરકાર આરોગ્ય કર્મીઓની હડતાળને અયોગ્ય ગણાવતા તેમની માગ સાથે સમંત ના થતા હવે આકરું વલણ અપનાવ્યું છે.

રાજ્ય સરકાર આરોગ્ય કર્મચારીઓની હડતાળ અને તેમની માગને અયોગ્ય ઠેરવી રહ્યા છે. સરકારનું માનવું છે કે આરોગ્ય કર્મચારીઓને જે જોબ ચાર્ટ માટે સરકાર પગાર આપે છે તે જ કામગીરી માટે સર્વેલન્સ ભથ્થું માગવું તે અયોગ્ય છે. આરોગ્ય કર્મચારીઓની હડતાળથી સામાન્ય પબ્લિકમાં પણ તેમના આ વલણ પ્રત્યે પ્રવર્તી નારાજગી જોવા મળી. લોકોના પૈસાના અયોગ્ય ઉપયોગ બાબતે NGO દ્વારા આ હડતાલ સંદર્ભે હાઇકોર્ટમાં PIL ની તૈયારી કરાઈ રહી છે. છુટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યાઓ આઉટસોર્સથી ભરવા સરકાર તજવીજ હાથ ધરશે. નોંધનીય છે કે સરકારે આરોગ્ય સેવાનોથ ESMA (આવશ્યક સેવા)માં સમાવેશ કરતા આરોગ્ય કર્મચારી યુનિયને સરકારના આ પગલાને વખોડયું હતું. તેમનું કહેવું છે કે સરકાર અમારા પર દબાણ લાવવા આ કાયદો લાગુ કર્યો છે.
રાજ્ય આરોગ્યમંત્રીએ આરોગ્ય કર્મચારીઓની હડતાળ મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે તેમની એક માગ જ યોગ્ય છે બાકીની ગ્રેડ પે સહિતની અન્ય માગ સ્વીકારી શકાય તેમ નથી.

રાજ્યભરના 8 જિલ્લામાંથી 2000 જેટલા આરોગ્ય કર્મીઓને છૂટા કરવાના આદેશો આપ્યા છે તો 5000 જેટલા કર્મચારીઓને શો કોઝ નોટિસ ફટકારી છે. સરકારે કડક વલણ અપનાવતા હડતાળ કરતા કર્મીઓને અને યુનિયનના મહામંત્રીને સસ્પેન્ડ કરતા કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો.

વાતચીત માટે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ
આંદોલન કારી આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર ઝૂકવા તૈયાર નથી. અને એટલે જ રાજ્ય સરકારે શામ, દામ અને દંડની નીતિ અપનાવતા કાર્યવાહી હાથ ધરી. પરંતુ હડતાળને 11 દિવસ છતાં પણ કોઈ પગલા લેવાયા નથી અને હવે જો સરકાર બે દિવસની અંદર વાતચીત કરવા અમને નહીં બોલાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી.

હરિયાણાના કર્મચારીઓ કાળીપટ્ટી બાંધી સમર્થનમાં

ગુજરાતમાં ચાલતા આરોગ્ય કર્મચારીઓના આંદોલનના સમર્થનમાં હરિયાણાના આરોગ્ય કર્મચારીઓ આવ્યા છે તેઓએ ફરજ પરના સ્થળે કાળી પટ્ટી બાંધી અને સમર્થન આપ્યુ હતું.

Tags :
gujaratgujarat newshealth worker
Advertisement
Next Article
Advertisement