રાજકોટમાં PM મોદીનો રોડ શો યોજવા તૈયારી
રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ, ઉદઘાટનમાં વડાપ્રધાનને બોલાવાશે
રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર કચ્છ રિઝયોનલ વાઇબ્રન્ટ સમિટની તારીખ અને સ્થળ ફાઇનલ થઇ ગયા છે. સાથો સાથ અન્ય કાર્યક્રમો પણ નકકી થઇ રહ્યા છે. ખાસ કરીને આ રિજયોનલ વાઇબ્રન્ટ સમીટમાં એક દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે અને રાજકોટમાં રોડ શો યોજાય તેવું આયોજન થઇ રહ્યું છે.
સુત્રોના કહેવા મુજબ રાજકોટમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમીટ તા.10, 11, 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજવામાં આવનાર છે. આ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન તા.10ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે કરવા આયોજન થઇ રહ્યું છે.
વડાપ્રધાનના રાજકોટના પ્રવાસ દરમિયાન ભાજપ દ્વારા જુના એરપોર્ટથી માધાપર ચોકડી સુધી અથવા રૈયા સર્કલથી માધાપર ચોકડી સુધી રોડશો યોજવા તૈયારી શરૂ કરવામાં આવી છે. આવતીકાલે ભાજપના સંગઠનમંત્રી રત્નાકરજી રાજકોટ આવે ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખા ઘડી પ્રદેશ ભાજપમાં અને ત્યાંથી પી.એમ. ઓફિસમાં મોકલવામાં આવનાર છે. પી.એમ. ઓફિસમાંથી મંજુરી આવે પછી સતાવાર જાહેરાત કરવામાં આવશે તેવું ભાજપ સુત્રો જણાવી રહ્યા છે.
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ રિજિયનની વાઈબ્રન્ટ સમિટ 10થી 12 જાન્યુઆરીએ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાતા આ વિસ્તારના ઉદ્યોગોને ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.જાન્યુઆરીમાં યોજાનારી આ સમિટને લઈ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, આગામી તાં.10 થી 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સીટી ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમીટ મળશે.
રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય કરાયો છે. જેના માટે મારવાડી યુનિવર્સિટીમાં ઈન્સપેક્સશન કરાયું હતું. મારવાડી યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ સારી હોવાથી ત્યાં વાઇબ્રન્ટ સમિટ યોજવાનું નક્કી કરાયું છે.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમીટને લઇ તડામાર તૈયારી શરૂૂ કરી દેવામાં આવી છે. જેને લઇ રાજકોટની નામાંકિતની તમામ ફાઇટર સ્ટાર અને ચોર સ્ટાર હોટલો બુક કરવામાં આવી છે. સમીટના ભાગરૂૂપે કલેકટર દ્વારા તમામ વિભાગની કમીટીની પણ રચના કરી દેવામાં આવી છે. ગત અઠવાડિયે જિલ્લા કલેકટર દ્વારા વીસી યોજી ઉધોગકારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જરૂૂરી સૂચનો પણ મેળવવામાં આવ્યા હતા.