જીવંતિકાનગરમાં પીવાની ટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ લમધાર્યો
શહેરના રૈયા રોડ પર આવેલા જીવંતિકાનગરમાં રહેતાં અને દારૂ પીવાની કુટેવ ધરાવતાં યુવાનને માતા-પિતા અને પત્નીએ દસ્તા, સાણસી અને ધોકા વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, જીવંતિકાનગર શેરી નં.1માં રહેતો દિપક હેમંતભાઈ ઘેડીયા (ઉ.34) નામનો યુવાન ગત તા.7ના બપોરે પોતાના ઘરે હતો ત્યારે તેના પિતા હેમંતભાઈ, માતા દેવકુબેન અને પત્ની શિલ્પાએ દસ્તા, સાણસી અને ધોકા વડે માર મારતાં તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં તેણે 10 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને તે એલ્યુમીનીયમ સેકશનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. તેને દારૂ પીવાની કુટેવ હોય અને પત્ની અવારનવાર ઝઘડો કરતી હોવાનું જણાવ્યું હતું. ગત તા.7નાં પત્નીએ ફોન જોવા માંગતાં બોલાચાલી થઈ હતી. જેમાં માતા પિતા અને પત્નીએ માર માર્યાનું જાણવા મળ્યું છે.
