પ્રિ-પ્રાઈમરી સ્કૂલની નોંધણી કરવા માટે સંચાલકોને વધુ છ મહિના આપવા તૈયારી
શિક્ષણ વિભાગ મુદત વધારવા માટે તૈયાર : સંચાલકો રજિસ્ટ્રેશન વગર જ ચલાવવા મક્કમ
પ્રિ-સ્કૂલના રજીસ્ટ્રેસનની શરતોને લઈને સંચાલકો અને રાજ્યના શિક્ષણ વિભાગ વચ્ચે વિાદ ચાલી રહ્યો છે. તા. 15 ફેબ્રુઆરી અંતિ દિવસ હોય શિક્ષણ વિભાગ દદ્વારા સંચાલકોની માંગને ધ્યાનામં લીધા વગર શરતોનું પાલન કરાવવા મક્કમ છે તેની વચ્ચે શિક્ષણ વિભાગે રજીસ્ટ્રેશન માટે રાહત આપતા નોંધણી માટે છ મહિનાનો વધારો કરવાની તૈયારી બનાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સંચાલકો પણ પોતાની માંગણી પર અડગ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રી- પ્રાઇમરી સ્કૂલોની નવી પોલિસીને લઈને સંચાલકો અસહમત હતા. સંચાલકોએ આ અંગે વિરોધ પણ કર્યો હતો. સરકારને અનેક રજૂઆત પણ કરી હતી પરંતુ સરકાર દ્વારા પ્રી-પ્રાઇમરી સ્કૂલોની પોલિસીમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી જેને લઇને 90 ટકાથી વધુ પ્રી-પ્રાઇમરી સ્કૂલો હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. જોકે હવે મુદતમાં માત્ર 10 દિવસ બાકી હોવા છતાં હજારો સ્કૂલોની રજિસ્ટ્રેશન બાકી છે.
15 ફેબ્રુઆરીએ મુદત પૂર્ણ થતી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રી-સ્કૂલની રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા 6 મહિનાની મુદત વધારવામાં આવશે. જોકે હાલ પ્રી-સ્કૂલની પોલિસીમાં સરકાર દ્વારા કોઈ બદલાવ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે.અત્યારે માત્ર 6 મહિનાની મુદત વધારવામાં આવશે.આ અંગે આગામી દિવસમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવશે.
પ્રી-પ્રાઇમરી સ્કૂલો અસંગઠિત રીતે ચાલી રહી છે. જેના પર કોઈ પણ નિયંત્રણ નથી જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોની રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં રજિસ્ટ્રેશન થયા બાદ પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં જોડાયેલી મહિલા શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો માટેનો સિલેબસ બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
ગુજરાત ઇન્ડીપેન્ડેન્ટ પ્રિ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ સાગર નાયકે જણાવ્યું હતું કે પ્રિ સ્કૂલના રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થવાની છે.અમારી 3 મુખ્ય માંગો છે જેના પર હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.અમને માત્ર મૌખિક બાહેધરી આપવામાં આવી છે.અમારે સ્કૂલ કંઈ રીતે ચલાવવી તે પ્રશ્ન છે.6 મહિનાની મુદત પણ આપવામાં આવશે પરંતુ અમારી માંગ સ્વીકારવામાં આવે તે જરૂૂરી છે. જોકે પ્રી-સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠક બાદ સંચાલકોએ કોઈ કારણોસર આંદોલન પર બ્રેક મારી હતી. પરંતુ, 15 ફેબ્રુઆરી નજીક આવ્યા બાદ પણ સરકારે કોઈ ઠરાવ ન કરતા સંચાલકોએ નિયમો વગર જ શાળા ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે.