દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની તૈયારીનો ધમધમાટ શરૂ
યાત્રાધામ ખાતે હોળી ફુલડોલ ઉત્સવ ને માત્ર ચાર જ દિવસ બાકી છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા પદ યાત્રિકો તેમજ લાખો ભાવિકો દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાથે આવનાર હોય સબંધિક્ત તંત્ર દ્વારા ફુલડોલ તહેવાર ઉજવવા આવનાર ભક્તોને અગવડતા ન પડે તે માટે તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દિધો છે.
કિર્તીસ્થંભથી છપ્પન સિડી સુધી તેમજ મંદિર પરિસરમા ભાવિકોને તડકાથી બચવા સમિયાણા બંધાયા છે. ભિડના કારણે ધકામુકી ન થાય તે માટે બેરીકેટીંગો નાખવામાં આવી રહી છે. ભાવિકો ને આજ દસમી તારીખથી કિર્તીસ્થંભ પાસે થી એન્ટરી દઇ સ્વર્ગ દ્વાર છપ્પન સિડીએ થી જગતમંદિર અંદર દર્શન કરવા જવા માટે પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવી છે. મંદિર પરીસર મોક્ષ દ્વારેથી મંદિર બહાર નિકળવા માટેની વ્યસ્થા કરવામાં આવી છે. હોળી ફુલડોલ ઉત્સવ નિમીતે ભાવિકો કાળિયા ઠાકોરના દર્શન આરામથી કરી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થાના ભાગ રૂૂપે તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દિધો છે.